BREAKING NEWS

જામનગર : સમર્પણ સર્કલ પાસે ફોરવ્હીલરે બાઇકને ટકકર મારતા યુવાનને ફ્રેકચર

  • December 24, 2025 01:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરના સમર્પણ સર્કલ પાસે ફોરવ્હીલ ગાડીએ બાઇકને પાછળથી ટકકર મારતા યુવાનને ફ્રેકચર સહિતની ઇજાઓ પહોચી હતી જયારે લતીપર રોડ પર કારે ઇકોને પાછળથી ઠોકર મારતા એક યુવાનને ઇજા પહોચી હતી. આ બંને અકસ્માતના બનાવોમાં ફોરવ્હીલ ગાડીના ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે. 


જામનગરના જીવાપર ગામમાં રહેતા ધીરજલાલ ઉર્ફે ધીરૂ રામજીભાઇ નકુમ (ઉ.વ.૪૮) નામના યુવાને તેમનું સ્પ્લેન્ડર બાઇક નં. જીજે૧૦બીકે-૧૧૪૮ લઇને ગત તા. ૪ના જીવાપર જતા હતા, દરમ્યાન સમર્પણ સર્કલથી સ્વામીનારાયણ મંદિર વચ્ચેના રોડ પર પહોચતા ડીવાઇડર કટમાંથી સાઇડ બદલવા જતા પાછળથી ફોરવ્હીલ ગાડી નં. જીજે૦૧આરએચ-૧૮૫૯ના ચાલકે પુરઝડપે અને ગફલતથી ચલાવી પાછળથી ભટકાડતા ફરીયાદી નીચે પડી ગયા હતા.


ધી‚ભાઇને ઘુંટીમાં ફ્રેકચર, માથાની પાછળ સામાન્ય ઇજા પહોચી હતી આ અંગે ધીરજલાલ દ્વારા સીટી-સી ડીવીઝનમાં ગઇકાલે ફોરવ્હીલ ગાડીના ચાલક સામે ફરીયાદ કરી હતી. 


બીજા બનાવમાં મોરબીના સનાળા રોડ હાઉસીંગ બોર્ડ બિલ્ડીંગ ખાતે રહેતા રમેશ હીરાભાઇ દામાણી (ઉ.વ.૪૭) નામના યુવાને ફોરવ્હીલ ગાડી નં. જીજે૩૬એએલ-૭૮૦૦ના ચાલક સામે ગઇકાલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી.


ફરીયાદી રમેશભાઇ તથા તેના પરિવારના સભ્યો ઇકો ગાડી નં. જીજે૩૬એલ-૦૬૪૧ લઇ તા. ૨૧ રાત્રીના મોરબી જતા હતા અને લતીપર ગામ પહેલા રોડ પર પહોચતા પાછળ આવતી નિશાન કંપનીની ઉપરોકત નંબરની કારના ચાલકે પુરઝડપે અને ગફલતથી ચલાવી પાછળથી ઠોકર મારી હતી, આથી ઇકો ગાડીમાં બેઠેલા ફરીયાદીના દિકરા મિતભાઇને ઇજાઓ પહોચી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application