ધ્રોલ: જોડીયાના કેશીયા ગામમાં યુવાને આયખુ ટુંકાવ્યુ
ધ્રોલ: જોડીયાના કેશીયા ગામમાં યુવાને આયખુ ટુંકાવ્યુ
June 17, 2026 02:16 PM
ધ્રોલ: જોડીયાના કેશીયા ગામમાં યુવાને આયખુ ટુંકાવ્યુ
ધ્રોલના એક યુવાને સગાઇ તુટી ગયા બાદ વ્યથીત થઇને મનમાં લાગી આવતા આપઘાત કરી લીધાનું પોલીસ ચોપડે જાહેર થયુ છે.
ધ્રોલના ચામુંડા પ્લોટમાં રહેતા સાહીલ કિશનભાઇ વઘેરા (ઉ.વ.૨૨) નામના યુવાનની આશરે આઠ મહીના પહેલા સગાઇ તુટી ગઇ હોય જે બાબતે તેના પિતાએ ઠપકો આપતા લાગી આવ્યુ હતું. દરમ્યાનમાં યુવાને ગત તા. ૧૬ના રોજ જોડીયાના કેશીયા વાડી વિસ્તાર ૬૬ કેવી સબ સ્ટેશન પાસે આપઘાત કરી લીધો હતો. જે અંગે ચામુંડા પ્લોટ ખાતે રહેતા મહેશ વસંતભાઇ વઘેરા દ્વારા જોડીયા પોલીસમાં ગઇકાલે જાણ કરવામાં આવતા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.