BREAKING NEWS

જામનગર: પાંચ હાટડી વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખીને યુવાન પર કરાયો હુમલો

  • February 21, 2026 02:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાંચ હાટડી વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખીને યુવાન પર કરાયો હુમલો


જામનગરના પાંચ હાટડી વિસ્તારમાં ગઈ રાત્રે જુની અદાવતના કારણે સુમરા યુવાન પર હુમલો કરાયો હતો. ૮ જેટલા શખ્સો તૂટી પડ્યા હતા. જેથી ભારે અફડા તફડી સર્જાઇ હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે, જ્યારે પોલીસ તંત્ર દોડી જઇને પરિસ્થીતીને કાબુમાં લેવા કવાયત આદરી હતી, વિસ્તાર બંધ કરાવીને બંદોબસ્ત ગોઠવ્યો હતો, દરમ્યાન આ બનાવ અંગે આઠ શખ્સો સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે. 

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી પાંચ હાટડી વિસ્તારમાં ગત રાત્રે ઓસમાણ ખફી નામના યુવાન પર અજાણ્યા શખ્સો દ્વારા પાઇપ, છરી વડે ઘાતક હુમલો કર્યો હતો. ત્યારબાદ, ઇજાગસ્ત ઓસમાણભાઇને તાત્કાલિક સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની જાણ થતા સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. નિકુંજસિંહ ચાવડા સહિત સર્વેલન્સ ટીમ તાત્કાલિક પાંચ હાટડી વિસ્તારમાં પહોંચીને સમગ્ર વિસ્તારમાં હોટલ, ખાણી પીણી ની લારીઓ, ચા-પાનના ગલ્લા સહિત તમામને બંધ કરાવીને પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. 

દરમ્યાનમાં જામનગરના દ્વારકેશ એપાર્ટમેન્ટના વતની અને હાલ હર્ષદમીલની ચાલી ‚મ નં. ૨૩માં રહેતા વેપાર કરતા ઓસમાણ મુસાભાઇ ખફી (ઉ.વ.૪૫) એ સીટી-એ ડીવીઝનમાં મોડી રાત્રીના રેહાન ઇકબાલ બેલીમ, સદામ ઉર્ફે ઇડો શેખ, રઉફ ગુલામ બેલીમ, શાહનવાઝ મહમદહનીફ ખીલજી, સાકીર રફીક ખીલજી, મહમદ અખતર પંજા, અસલમ ઉર્ફે અસલો કાદર શેખ અને સદામ હનીફ પંજા તથા તપાસમાં જે ખુલે તેની સામે જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યુ હતું કે આરોપીઓએ જુની અદાવતનો ખાર રાખીને પોતાનો સમાન ઇરાદો પાર પાડવા ગેરકાયદે મંડળી રચી પાઇપ, છરી જેવા હથીયારો સાથે ઘસી આવી ફરીયાદી યુવાન પર હુમલો કરી પગમાં ફ્રેકચર, પડખામાં ઇજા કરી હતી તેમજ ફોન તોડી નાખી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી દઇ એકબીજાને મદદગારી કરી હતી. આ ફરીયાદના આધારે સીટી-એ પોલીસે તપાસ લંબાવી છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application