BREAKING NEWS

દ્વારકા: પોસિત્રાના દરિયાકાંઠેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો

  • September 16, 2026 10:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: પોસિત્રાના દરિયાકાંઠેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો

ઓખા નજીક આવેલા પોસિત્રાના દરિયાકાંઠા વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોસિત્રાના વાડી વિસ્તાર નજીક દરિયાકાંઠે સ્થાનિકોને મૃતદેહ દેખાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ઓખા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ અમિત પટેલ તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ ગત તા. 13 ના રોજ આ યુવક ઓખાના દરિયામાં પડી ગયો હતો. બે દિવસ બાદ તેનો મૃતદેહ પોસિત્રા ગામના દરિયાકાંઠેથી મળી આવ્યો હતો.

​​​​​​​​​​​​​​હાલ ઓખા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application