જામનગર : ધરાર પ્રેમસબંધ રાખવા તળાવની પાળે યુવતિની પજવણી
જામનગરના તળાવની પાળના ઢાળીયા પાસે ગઇકાલે બપોરે બાઇકમાં આવેલા પુર્વ મિત્ર એવા એક યુવકે યુવતિને ધરાર બાઇકમાં બેસી જવા તેમજ ધમકી આપતા દેકારો બોલ્યો હતો દરમ્યાન લોકો એકત્ર થઇ જતા આખરે મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો હતો.
જામનગર શહેરમાં રહેતી એક યુવતિ ગઇકાલે બપોરે રણમલ તળાવના ઢાળીયા પાસેથી પસાર થતી હતી ત્યારે એક શખ્સ મોટરસાયકલમાં ઘસી આવ્યો હતો અને તેણીનો હાથ પકડી બળજબરીપૂર્વક બાઇકમાં બેસાડવા લાગેલ અને ગાડીમાં ન બેસતા તેણીને ઢસડવા લાગ્યો હતો, રાડારાડી કરતા લોકો એકત્ર થઇ ગયા હતા, દરમ્યાન આ શખ્સે તેના મોઢામાં લીલા કલરનો ભુકો ભરી રાખ્યો હોય જે ગળી જતા ઉલ્ટી થઇ હતી અને ૧૦૮ મારફતે જી.જી. હોસ્પીટલ સારવારમાં લઇ જવામાં આવ્યો હતો.
દરમ્યાનમાં યુવતિ દ્વારા સીટી-એ ડીવીઝનમાં વાલ્કેશ્ર્વરીનગરી વિસ્તારમાં રહેતા અજય મોહનભાઇ રાંદલપરા નામના શખ્સ સામે ફરીયાદ નોંધાવી છે જેમા જણાવ્યુ છે કે દોઢેક વર્ષથી ફરીયાદી યુવતિ અને આ યુવક બંને વચ્ચે મિત્રતા થયેલ પ્રેમસબંધમાં હતા એ પછી છએક મહિનાથી મિત્રતા મુકી દીધી હતી તેમ છતા યુવક અજય અવાર નવાર ફોન કરી પરેશાન કરતો હોય અને મરી જવાની ધમકી આપતો હોય આમ હેરાન, પરેશાન કરનર સામે ફરીયાદ નોંધાવી હતી.