BREAKING NEWS

જામનગર​​​​​​​ : કાલાવડમાં જુની અદાવતમાં યુવાન પર જીવલેણ હુમલો

  • October 14, 2026 04:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર​​​​​​​ : કાલાવડમાં જુની અદાવતમાં યુવાન પર જીવલેણ હુમલો 



કાલાવડના કાશ્મીરપરા વિસ્તારમાં જુની અદાવતનો ખાર રાખીને એક કોળી યુવાન પર હથિયારોથી હુમલો કરી જીવલેણ ઇજા પહોચાડવામાં આવી હતી, આ મામલે આઠ શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે. અગાઉ ફરીયાદીના ભત્રીજાને માર માર્યો હતો એ બાબતે ફરીયાદી અને આરોપી વચ્ચે ઝઘડો અને મનદુ:ખ થયુ હતું જેનો ખાર રાખી આરોપીઓએ કાવત‚ રચીને આ હુમલો કર્યાનો ફરીયાદમાં ઉલ્લેખ કરાયો છે. 

કાલાવડના કાશ્મીરપરામાં રહેતા મજુરી કરતા મનોજ દિનેશભાઇ ગોહિલ (ઉ.વ.૩૫) નામના યુવાનના ભત્રીજા દિલીપ મનસુખભાઇ અન્ય ધર્મની એક યુવતિને ભગાડી ગયો હતો, એ બાબતનું મનદુ:ખ થતા આરોપી લતીફ અને તેના મિત્રોએ ફરીયાદીના ભત્રીજા દિલીપને માર માર્યો હતો જેથી ફરીયાદીને લતીફ સાથે ઝઘડો થયો હતો ત્યાર બાદ અવાર નવાર બંનેને કોઇને કોઇ કારણથી બોલાચાલી થતી હતી. 

જે બાબતનો ખાર રાખી આરોપી લતીફે તેમના સહ આરોપીઓ અને અન્ય પાંચ સાથે મળી પુર્વ આયોજીત કાવત‚ રચી ગેરકાયદે મંડળી બનાવી છરી, ધોકા તથા પાઇપ જેવા પ્રાણઘાતક હથિયારો સાથે સજજ થઇ ફરીયાદીને મારી નાખવાના ઇરાદે ગઇકાલે રાત્રીના ૧૧-૩૦ વાગ્યાના સુમારે ફરીયાદીના મકાનની સામેના ડેરી પાસેના વિસ્તારમાં આરોપીઓ ઘસી ગયા હતા.

જયાં લતીફે છરી વડે ફરીયાદી પર હુમલો કરી હાંસડી, આંગળીના ભાગે ઘા ઝીંકી દઇ ઇજા પહોચાડી હતી તેમજ ફરીયાદી દોડીને તેમના ઘર તરફ ભાગતા અન્ય શખ્સોએ ધોકા, પાઇપ વડે હુમલો કરી મુંઢ ઇજા પહોચાડી હતી, તેમજ બેઠકના ભાગે છરીના પાંચેક જેટલા ઘા ઝીંકી દઇ ઇજા કરી તમામ આરોપીઓએ એકબીજાને મદદગારી કરી જાહેરનામાનો ભંગ કર્યો હતો.

ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો, બનાવના પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે મનોજભાઇ ગોહિલ દ્વારા મોડી રાત્રીના કાલાવડ ટાઉન પોલીસમાં કાલાવડના લતીફ ઓસમાણ સમા તથા મુનાફ ઉર્ફે મુસા હા‚ન ઓડીયા, સુલતાન શેખ ફકીર તથા અજાણ્યા પાંચ ઇસમની વિરુઘ્ધ બીએનએસ ૬૧, ૧૦૯(૧), ૧૧૫(૨), ૧૧૮(૧), ૧૮૯(૨),  ૧૮૯(૪), ૧૯૧(૨), ૧૯૧(૩), ૧૯૦ અને જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી જેની તપાસ પીઆઇ જયસ્વાલ ચલાવી રહયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application