એનપીએ થયેલી સૌરાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઝની વાંકાનેરની મિલકતો મામલે થયેલી સમજૂતીથી નાગરિક બેંકની ઓક્શનથી ખરીદેલી મિલકતના વેચાણ પેટે આવેલી રકમ પૈકીનો રૂ. પાંચ કરોડનો ચેક ઈરાદાપૂર્વક રિટર્ન કરાવવાના ગુનામાં અદાલતે એક ભાગીદારના સાળા જૂની પેઢીના ટેક્સ કન્સલ્ટન્ટના પુત્રને એક વર્ષની કેદ અને ચેકની રકમ વળતર પેટે ન ચૂકવે તો વધુ એક વર્ષની જેલ સજાનો હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ, સૌરાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઝનું ખાતું એનપીએ થતા નાગરિક બેંક દ્વારા તેની મિલકતની કરવામાં આવેલી હરાજી અનુસંધાને ભાગીદાર કુટુંબના મહેશ જોબનપુત્રાના સાળા જીલેશ કાંતિલાલ અનડકટ (જૂની પેઢીના ટેક્સ કન્સલ્ટન્ટ કાંતિભાઈ અનડકટના પુત્ર)એ ઊંચી બોલી કરીને મિલકત ખરીદી લેવી, અને અવેજની રકમ માટે બેંકમાં નવી લોન કરવામાં આવી હતી, જે લોન સૌરાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારોએ ભરપાઈ કરી દીધા બાદ આ મિલકત જિલેષ અનડકટે વેચી નાખ્યા બાદ સૌરાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારોએ નાણાંની માગણી કરતા જિલેશ અનડકટે રૂ. પાંચ કરોડનો ચેક આપ્યો હતો. આ ચેક સૌરાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારોએ બેંકમાં વસુલાત માટે રજૂ કરતા ક્લીઅરિંગમાંથી "પેમેન્ટ સ્ટોપ્ડ બાય ડ્રોઅર"ની નોંધ સાથે પાછો ફર્યો હતો. આથી ભાગીદારી પેઢીના મહેશ જોબનપુત્રાએ તેના સાળા જીલેશ અનડકટ (રહે. આરાધના બિલ્ડિંગ, કાલાવડ રોડ, હોટલ કે.કે.ની બાજુમાં રાજકોટ) જે અંગે લીગલ નોટિસ ફટકારવા છતાં જીલેશ અનડકટે ચેકના નાણા ભરપાઈ નથી કરતા, મહેશ જોબનપુત્રાએ તેના સાળા જીલેશ અનડકટ સામે પાંચ કરોડનો ચેક રિટર્ન થયા અંગે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.
આ કેસ ચાલવા ઉપર આવતા ફરિયાદીએ રજૂ કરેલા દસ્તાવેજી પુરાવાઓ અને દલીલો બાદ આરોપી તેમનો આર્થિક વ્યવહાર તેમજ ચેકની લેતીદેતી નકારી શકેલ નહીં. પરંતુ વાહિયાત વાંધાઓ આગળ કરી કોર્ટને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યાની દલીલો ધ્યાને લઇ અદાલતે આરોપી જીલ્લેશ અનડકટને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળના કેસમાં તકસીરવાર ઠરાવી એક વર્ષની જેલ સજા અને ચેકની રકમ રૂપિયા પાંચ કરોડ એક માસમાં વળતર પેટે ફરિયાદીને ન ચૂકવે તો વધુ એક વર્ષની કેદ ફટકારવાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ વિકાસ કે. શેઠ, અલ્પા શેઠ, પ્રકાશ બેડવા, ફાતેમા ભારમલ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech