રાજ્યમાં કમોસમી વરસાદે સતત બીજા દિવસે પણ તારાજી સર્જી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. છેલ્લા બે દિવસમાં આ કમોસમી વરસાદે રાજ્યમાં વધુ 15 લોકોનો ભોગ લીધો છે, જેના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે.
હવામાન વિભાગે આજે પણ રાજ્યના 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગાહી અનુસાર, વરસાદની સાથે ગાજવીજ અને કરા પડવાની પણ શક્યતા છે. સોમવારે સાંજથી મંગળવાર સવાર સુધીમાં રાજ્યના 168 તાલુકામાં એક મિમીથી લઈને દોઢ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. આજે વહેલી સવારથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ફરીથી વરસાદ શરૂ થયો છે, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે કચ્છ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં સ્થિતિ વધુ બગડી શકે છે. ભારે પવન અને વરસાદના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 15 લોકોના મોત નિપજ્યા છે, જેમાં મકાનો ધરાશાયી થવા, વીજળી પડવા અને ઝાડ પડવાની ઘટનાઓનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે, પરંતુ સતત વરસાદના કારણે કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે. લોકોને સલામત સ્થળોએ રહેવા અને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં ગઇકાલે ભારે પવન અને વરસાદે તારાજી સર્જી હતી. આ કપરા સમયમાં અમરેલી જિલ્લા પોલીસ અને ટ્રાફિક પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જિલ્લામાં અનેક સ્થળોએ ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થતાં રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જેના લીધે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળો પર પહોંચીને જીવન જોખમે રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. લાઠી નજીક રામપર રોડ અને અમરેલીથી ચલાલા રોડ પર તૂટી પડેલા મોટા વૃક્ષોને પોલીસ કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવીને રસ્તા પરથી ખસેડ્યા હતા. વીજળીના કડાકા અને ભારે પવનની વચ્ચે પણ પોલીસે પોતાની ફરજ નિષ્ઠાથી બજાવી હતી અને રસ્તા સાફ કરીને વાહનવ્યવહાર ફરીથી શરૂ કરાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech