પોરબંદરના માધવપુર ગામે યોજાનારા રાષ્ટ્રીયકક્ષાના મેળાની તડામાર તૈયારીઓ ધમધમી રહી છે અને તે અંતર્ગત કલેકટર અને ડી.એસ.પી.એ મુલાકાત લીધી હતી અને પ્રથમ દિવસે ૧૬૦૦ કલાકારો એકીસાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે તેમ જણાવાયુ છે.
માધવપુર ઘેડ ખાતે ભગવાન કૃષ્ણ અને રુકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતો માધવપુરનો લોકમેળો એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતીક છે. વર્ષ ૨૦૨૫નો માધવપુર ઘેડનો મેળો આ વખતે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સાંસ્કૃતિક વિરાસતો અને સાંસ્કૃતિક ધરોહરોને તેની મૂળ ગરીમાને જાળવી રાખીને ઉજાગર કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિપ્રાપ્ત માધવપુરના મેળામાં આ વખતે ગુજરાત અને ઉત્તર પૂર્વના રાજ્યોના કુલ ૧૬૦૦ કલાકારો એક સાથે રંગમંચ પર પ્રસ્તુતિ કરવાના છે.
માધવપુરના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ તા. ૬ એપ્રિલ ૨૦૨૫ ના રોજ સાંજે મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે.રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના સાંસ્કૃતિકૃતિઓના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સંકલનથી માધવપુર ઘેડના મેળામાં તમામ પ્રકારની તૈયારીઓ શ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુવ્યવસ્થિત આયોજન માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જિલ્લા કલેકટર એસ. ડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી અને જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા સહિતનાં વિવિધ સમિતિઓના શીર્ષ અધિકારીઓએ માધવપુર મેળા ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી.
કલેકટરસહિતના અધિકારીઓએ મેળા ગ્રાઉન્ડમાં તૈયાર થતાં પાર્કિંગ,સ્ટોલ, પાણી, આરોગ્ય અંતગર્ત સ્ટેજ બેઠક વ્યવસ્થા તેમજ આવનાર મહાનુભવો,કલાકારો વિવિધ વ્યવસ્થાઓ સહિતના આયોજન અંતર્ગત સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ચોરી માયરા માધવપુર ખાતે જિલ્લા કલેકટર એસ.ડી ધાનાણીએ અધિકારીશ્રીઓએ સાથે બેઠક કરી હતી અને જુદી જુદી સમિતિઓના આયોજન રીવ્યુ કરવામાં આવ્યું હતું.
વધુમાં કલેક્ટરે મેળામાં યોગ્ય વ્યવસ્થાઓ અને વધુ સારી રીતે લોકમેળો યોજાય તે માટે શીર્ષ અધિકારીઓને જરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ પાર્કિંગ સ્થળનું દિશા નિર્દેશ કરતાં બાર્ડ અને યોગ્ય ટ્રાફિક મેનેજમેન્ટ સહિતની બાબતે સૂચનો કર્યા હતાં. અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરી ચર્ચા કરી હતી.
ઉલ્લેખનીય છે. કે, આ વખતે લોકમેળા પરિસરમાં સ્ટેડિયમ પ્રકારના બનાવેલા ગ્રાઉન્ડમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોના ૧૬૦૦થી વધુ કલાકારો સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ કરશે.
આ મુલાકાત દરમિયાન અધિક નિવાસી કલેકટર જે. બી.વદર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા,સંયુક્ત માહિતી નિયામક એમ.ડી .મોડાસીયા, પ્રાંત અધિકારી સંદિપ જાદવ,કુતિયાણા પ્રાંત અધિકારી નેહા સોજીત્રા,જિલ્લા પુરવઠા અધિકારી પ્રતીક જાખડ સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech