રાજકોટમાં કોલ્ડ વેવ અને લ ગાળા વચ્ચે રોગચાળો વકર્યેા છે, શહેરમાં ઋતુજન્ય, પાણીજન્ય અને ચિકન ગુનિયા સહિતના ૧૯૪૦ કેસ નોંધાતા મહાપાલિકા તત્રં ઉંધા માથે થઇ ગયું છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ વિકલી એપેડેમીક રિપોર્ટ જાહેર કરતા જણાવ્યું હતું કે શહેરમાં ડેંગ્યુના બે કેસ, ચિકનગુનિયાનો બે કેસ, ટાઈફોઈડના ત્રણ કેસ, શરદી ઉધરસના ૯૪૬ કેસ, તાવના ૮૨૯ કેસ, ઝાડા ઉલ્ટીના ૧૫૯ કેસ સહિત વિવિધ પ્રકારના રોગચાળાના કુલ કેસ નોંધાયા છે.
તેમણે ઉમેયુ હતું કે, મચ્છરના ઉપદ્રવની ફરિયાદો મળતા ૧૦૬૦ ઘરમાં ફોગીંગ કરાયું હતું. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવાયા હતા. મચ્છરજન્ય રોગચાળો અટકાવવાના ભાગપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૬૧૨ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂઆલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેનો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૨૫૦ અને કોર્મશીયલ ૯૩ આસામીને નોટીસ આ૫વામાં આવી હતી.
ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકવા માટે ૧૦ ૧૦ ૧૦ નું સૂત્ર અ૫નાવવું. જેમાં પ્રથમ ૧૦ : દર રવિવારે સવારે ૧૦ વાગે ૧૦ મિનિટ ફાળવવી. બીજા ૧૦ : ઘરમાં તથા ઘરની આસપાસના ૧૦ મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ૫યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા ૧૦ : આ માહિતી અન્ય ૧૦ વ્યકિતઓ સુધી ૫હોંચાડવી. આમ, માત્ર ૧૦ મિનિટ આ૫ને તેમજ આ૫ના ૫રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂંછમાં પાકિસ્તાની ગોળીબારમાં એક વ્યક્તિનું મોત, 3 લોકો ઘાયલ, સેનાએ વળતો પ્રહાર કર્યો
May 09, 2025 08:20 PMરાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે 15 મે સુધી રહેશે બંધ
May 09, 2025 08:19 PMતણાવની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક, 108 એમ્બ્યુલન્સનું સૈન્ય થયું સશક્ત
May 09, 2025 07:41 PMજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech