પોરબંદરમાં સેલ્ફ ડિફેન્સનો સામુહિક કાર્યક્રમ યોજાતા ૬ થી ૧૪ વર્ષના બાળકો જોડાયા હતા.
માત્ર ૧૨ મિનિટમાં ૬ વર્ષથી ૧૪ વર્ષ સુધીના ૩૮૩૫ બાળકોએ સેલ્ફ ડિફેન્સની ૧૩ સચોટ ટેકનિક્સને ૭૭ વખત પ્રસ્તુત કરી સંયુક્ત રીતે કુલ બે લાખ પંચાણુ હજાર બસો પંચાણુ વખત કરી રેકોર્ડ સર્જ્યો હતો.આ પ્રદર્શન ૧ લાખ ૭૫ હજાર સ્કેવર ફુટ વિસ્તારમાં યોજાયુ હતુ.ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સાથે જુદા-જુદા ૨૫૬ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર પોરબંદરના ગોલ્ડન ગાંધીજી તરીકે પ્રખ્યાત જયેશભાઈ હિંગલાજીયાના માર્ગદર્શન પ્રેરક ઉપસ્થિતિમાં રેકોર્ડ યોજાયો.
તાજેતરમાં પોરબંદર જિલ્લાના ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક્સ્ટ્રીમ માર્શલ આર્ટસ એન્ડ ફિટનેસ એકેડમી દ્વારા પ્રશિક્ષણ પ્રાપ્ત ૬ થી ૧૪ વર્ષની વયના ૩૮૩૫ બાળકોએ સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ અવેરનેસ માટે ૧૩ સચોટ ટેકનિક્સ માત્ર ૧૨ મિનિટમાં ૭૭ વખત રજુ કરી, કુલ ૨,૯૫,૨૯૫ વખતની સંખ્યા પ્રાપ્ત કરી અને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ કર્યો સેલ્ફ ડિફેન્સની આ કૃતિ દ્વારા બાળકો અને આયોજકોએ આ ક્ષણને કાયમી યાદગાર બનાવી.આપોરબંદરના ગોલ્ડન ગાંધીજી તરીકે પ્રખ્યાત જયેશભાઈ હિંગલાજીયાના માર્ગદર્શન પ્રેરક ઉપસ્થિતિમાં રેકોર્ડ યોજાયો.આ સમસ્ત માસ સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમનું આયોજન એક્સ્ટ્રીમ માર્શલ આર્ટસ એન્ડ ફિટનેસ એકેડમીના મુખ્ય સંચાલક કેતન કોટિયાના નેતૃત્વમાં કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમને સફળ બનાવવા રોટરી ક્લબ ઓફ પોરબંદર અને રોટરેક્ટ ક્લબ ઓફ પોરબંદર દ્વારા વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.માસ સેલ્ફ ડિફેન્સના આ વિશિષ્ટ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે પુર્વ કેબિનેટમંત્રી ભુપેન્દ્રભાઈ ચુડાસમા,પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા,અમદાવાદ દસક્રોઇ ધારાસભ્ય બાબુભાઈ જે પટેલ, પુર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, કલેકટર એસ.ડી. ધાનાણી, નાયબ પોલીસ અધિક્ષક ઋતુરાબા,જિલ્લા રમત અધિકારી ડો.પ્રવિણા પાંડાવદરા, આર્યસમાજ પોરબંદરના પ્રમુખ ધનજીભાઈ આર્ય,રોટરી ક્લબ પોરબંદરના પ્રમુખ સી.એ. દિવ્યેશભાઈ, રોટરેકટ ક્લબના ચિરાગભાઈ કારીયા,એડવોકેટ અને લીઓ પાયોનીયર ક્લબના ભરતભાઈ લાખાણી, ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ,ડિસ્ટ્રિકટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જતીનભાઈ હાથી, ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પુર્વ પ્રમુખ પદુભાઈ રાયચુરા,પુર્વ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર અનિલભાઈ કારીયા, નાગરિક બેંકના પુર્વ પ્રમુખ ડો.અનિલભાઈ દેવાણી,મનન હોસ્પિટલ રાજકોટના ડો.નીતિન લાલ,શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના હર્ષિતભાઈ રૂઘાણી, ફાઇબર ગ્રુપ પોરબંદરના હિતેશભાઈ ખોરાવા, સાગર સીમા જાગરણના હર્ષિતભાઈ શિયાળ,પુર્વ કાઉન્સિલર હિતેશભાઈ કારીયા વગેરે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરેલ
જ્યારે આ રેકોર્ડને સફળ બનાવવા માટે એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના નિશા કોટિયા,ટેકવોન્ડો એસોસિએશન પોરબંદરના સેક્રેટરી સુરજ મસાણી,કરાટે ડો એસોસિએશનના પ્રશિક્ષકો અને સેલ્ફ ડિફેન્સ એક્સપર્ટ મહેશ મોતીવરસ, સુનિલ ડાકી, અંજલિ ગંધ્રોકિયા ,મિલાપ લોઢારી, યશ ડોડીયા,કાર્તિક માલમ, મોહિત મઢવી, યશ કોટિયા, શ્રેયસ કોટિયા,મીરા પંડ્યા, સ્નેહા પાંજરી,હની મોતીવરસ,પાયલ ચામડિયા, જૈનિકા ગોહેલ,ક્રિષ્ના મહેતા, હેબીટ મલેક, પાયલ કાઠી,વિશાળ બલેજા વગેરેએ જહેમત ઉઠાવી હતી.
જ્યારે સૌજન્ય કૈલાશ મોટર્સના કુલદીપસિંહ જાડેજા,સુર્યદીપસિંહ જાડેજા,પ્રદિપસિંહ જાડેજા,મારૂતિ વિલાના દિલીપભાઈ ઓડેદરા,ટાઇટન નેટસના યશદીપસિંહ જાડેજા,ઉર્વશી નેટસના નરેન્દ્રભાઈ વાંદરીયા,જે,જે, ટ્રાન્સપોર્ટ અને સમસ્ત ખારવા સમાજના વાણોટ પાવનભાઇ શિયાળ,પુર્વ નગર સેવાસદન પ્રમુખ પંકજભાઈ મજીઠીયા, ભાજપ મંડળ પ્રમુખ સાગરભાઇ મોદી, લોહાણા અગ્રણી ગોવિંદા ઠકરાર, સી.એ. વિજયભાઈ ઉનડકટ,પુર્વ હોમગાર્ડ વડા કેતનભાઇ પારેખ,સત્યનારાયણ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી ભરતભાઈ માખેચા વગેરેનો અમુલ્ય સહયોગ પ્રાપ્ત થયેલ આ સાથે પોરબંદર શૈક્ષણિક સંસ્થાઓના પણ સહયોગ પ્રાપ્ત થયેલ,જે માટે આયોજક સંસ્થાએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech