જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલ પ્રખ્યાત શ્રી નાથજીદાદાની પાવન જગ્યા દાણીધારધામમાં ૩૯૮મો શ્રાદ્ધ ઉત્સવ તા. ૨૧ ને શનિવારના રોજ ભવ્ય આયોજન સાથે યોજાયો હતો.
'તુહી રામ પ્યારે રામ'ના નામથી ગુંજતી તેમજ ૧૨ જીવાત્માઓ ની ચેતન સમાધિ આવેલ છે. તેવી સંત શ્રી નાથજીદાદાની પાવનકારી અને સંત શ્રી ઉપવાસીબાપુની તપોભૂમિ દાણીધાર ગામમાં શ્રી નાથજીદાદાનો ૩૯૮મો શ્રાદ્ધ ઉત્સવ તા.૨૧ ના રોજ સવારે સમાધિ પૂજનથી શરૂ થયો હતો. ત્યારબાદ ૫૧ થાળ ધરાવવામાં આવ્યા હતા અને સવારથી સાંજે સુધી બરડિયા ગ્રુપ દ્વારા કાન ગોપીનો ભવ્ય કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો જેનો સૌ ગ્રામ્યજનોએ લાભ લીધો હતો.
આ ઉપરાંત, રાત્રે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ ભવ્ય સંતવાણીમાં લોક ભજનિક અજયસિંહ ડાભી, લોકગાયક વિપુલભાઈ દાણીધારિયા, સંતવાણી કલાકાર કાળુભાઇ દાણીધારિયા, લોકગાયિકા શીતલબેન રાજપૂત ભવ્ય લોકડાયરામાં ભાવિક ભકતોનું મનોરંજન કર્યું હતું.
આ શ્રાદ્ધ ઉત્સવમાં મહંતશ્રી વાલદાસબાપુ, મહંતશ્રી દિવ્યાનંદબાપુ, મહંતશ્રી કિશનદાસબાપુ (જુનાગઢ), મહંતશ્રી સર્વેશ્વરદાસબાપુ, મહંતશ્રી રામમનોહરદાસબાપુ, મહંતશ્રી ગિરીશબાપુ, મહંતશ્રી ગુલાબગિરીબાપુ, મહંતશ્રી પ્રેમગિરીબાપુ, મહંતશ્રી જયંતિભગત, તુ હી રામ પ્યારે રામના પુજારી બાપુ. મહંતશ્રી સીતારામ બાપુ તથા અન્ય સંતો મહંતો જુનાગઢથી પધાર્યા હતા.
દિવસ દરમ્યાન આશરે ૩૫,૦૦૦ (પાંત્રીસ હજાર)થી પણ વધુ ભકતોએ પ્રસાદનો લાભ લીધો હતો. જયારે સાંજે આશરે ૧૫,૦૦૦ (પંદર હજાર)થી પણ વધુ ભકતોએ પ્રસાદનો લાભ લીધો હતો.
આ ભવ્ય કાર્યક્રમનું સુંદર આયોજન દાણીધાર ધામના શ્રી નાથજીદાદા ટ્રસ્ટ અને શ્રી નાથજીદાદા ગૌશાળા ટ્રસ્ટ ના મહંત શ્રી ૧૦૦૮ સુખદેવદાસજીબાપુ ગુરુ શ્રી ચત્રભુજદાસજી (શ્રી ઉપવાસીબાપુ) અને પ્રમુખશ્રી ભાવુબાપુ, ઉપપ્રમુખ શ્રી હનુભા (ગિરિરાજ હોટલ -રાજકોટ) તથા તમામ ટ્રસ્ટીઓ તથા કાલાવડ તાલુકાના ગ્રામ્યજનો સર્વ સેવકગણ અને ધર્મપ્રિય ભક્તોએ ખુબ સરસ રીતે કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech