10વર્ષનું ભરતી કેલેન્ડરની ઐસી તૈસી જેવો સરકારમા ધાટ થયો છે.જેમા 420 પશુ ચિકિત્સા અધિકારી, 615 પશુધન નિરીક્ષકની જગ્યા ખાલી હોવાની કબુલાત સરકાર દવારા વિધાનસભા ગૃહમાં એક લેખિત સવાલના જવાબમાં કરી છે. અને જણાવ્યું છે કે આ તમામ ખાલી જગ્યાઓ ટૂંક સમયમાં ભરવામાં આવશે.
ગુજરાત સરકાર પશુ ચિકિત્સા અધિકારી અને પશુધન નિરીક્ષકોની સમયસર જગ્યા ભરી શકતી નથી. રાજ્યમાં 31મી ડિસેમ્બર 2023ની સ્થિતિએ 420 પશુ ચિકિત્સા અધિકારી અને 615 પશુધન નિરીક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. વિધાનસભા ગૃહમાં એક લેખિત સવાલના જવાબમાં રાજ્ય સરકારે આ માહિતી આપી છે.
ગુજરાતમાં પશુ ચિકિત્સા અધિકારી વર્ગ-2ની કુલ 441 જગ્યાઓ અને પશુધન નિરીક્ષકની 754 જગ્યાઓ ખાલી હતી, તે ભરવાની કાર્યવાહી પ્રગિતમાં હોવાનું કહેવાયું હતું, જે પૈકી માંડ 31 પશુ ચિકિત્સા અધિકારી અને 139 પશુધન નિરીક્ષકોની જગ્યા ભરી શકાઈ છે. રાજ્ય સરકારે ફરી એક વાર દાવો કર્યો છે કે, 10 વર્ષીય ભરતી કેલેન્ડર પ્રમાણે પશુ ચિકિત્સા અધિકારીની વર્ગ-2ની ભરવાપાત્ર ખાલી જગાઓ સીધી ભરતીથી ભરવાની કાર્યવાહી અંતિમ તબક્કામાં છે જ્યારે પશુધન નિરીક્ષક વર્ગ-3ની રાજ્યકક્ષાની ખાલી જગ્યા ભરવા માટેની કાર્યવાહી પ્રગતિમાં છે, આ જગા માટે પંચાયત ગ્રામ ગૃહ નિમર્ણિ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કાર્યવાહી કરાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech