બજરંગદાસબાપા સેવા આશ્રમ ટ્રસ્ટ સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય ફરિયાદકાના નયનરમ્ય પ્રાંગણમાં ઉત્તર બુનિયાદી વિદ્યાલય અને ફરિયાદકા પ્રાથમિક શાળાનાં સંયુક્ત ઉપક્રમે આપણા રાષ્ટ્રીય તહેવાર એવા ૭૮મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી દેશપ્રત્યેની ઉમદા ભાવના સાથે કરવામાં આવી હતી.
૧૫મી ઓગષ્ટ-૨૦૨૪ની ઉજવણીની શરૂઆત મહેમાનોનું શાળાના લેઝીમ સંગીતવૃંદ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમના મુખ્ય મહેમાન રાજેશભાઇ પટેલ (રાજુભાઇ ફાળકી) (ભાવનગર જિલ્લા ભાજપ મહામંત્રી અને ટ્રસ્ટના પ્રમુખ)નું સ્વાગત કરેલ. દેશની આન, બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજને ફરકાવીને દેશ પ્રત્યે ઉમદા ભાવના વ્યકત કરી હતી. ૭૮મા સ્વાતંત્ર્ય દિને શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગીત, દેશભક્તિ અભિનયગીત યોગા ડાન્સ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં ફરિયાદકા ગામના તથા આજુ-બાજુના ગ્રામજનોએ વિશાળ સમૂદાયમાં હાજરી રહી દેશની આન, બાન અને શાન એવા ત્રિરંગાને સલામી આપી દેશ પ્રત્યેની ઉમદા લાગણી વ્યક્ત કરી હતી. ધ્વજવંદન કાર્યક્રમના મુખ્ય મહેમાન રાજેશભાઇ પટેલે વિદ્યાર્થીઓને દેશ પ્રત્યે વફાદાર રહેવા, દેશના ઉત્તમ ભાવિ નાગરિક બનવાની અને રાષ્ટ્રીય સંપત્તિનું રક્ષણ કરવાનો શુભ સંદેશ આપેલ. ફરિયાદકા પ્રાથમિક શાળાનાં આચાર્ય પ્રવિણભાઇ સરવૈયાએ વિદ્યાર્થીને જીવનમાં દીર્ઘદ્રષ્ટિ કેળવી આગળ વધવા સદ્રષ્ટાંત માર્ગદર્શન પૂરૂ પાડેલ, ફરિયાદકા ગામના તલાટી-કમ-મંત્રીએ આરોગ્ય વિષયક અને આજના ભારતની સ્થિતિનું વર્ણન કરી વિદ્યાર્થીને સમજ આપેલ અને શાળાના આચાર્ય રમેશભાઇ બી. રાઠોડે વિદ્યાર્થીઓને શરીર સ્વાસ્થ્ય માટે જીવનમાં વ્યસનની ગુલામીથી દૂર અને વ્યસન મુક્ત બનવા માટે લાગણી વ્યક્ત કરેલ. આ કાર્યક્રમ સફળ બનાવવા ફરિયાદકા પ્રાથમિક-માધ્યમિક શાળાનાં સમગ્ર સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકા બહેન કિરણબા વી. જાડેજા દ્વારા કરવામાં આવેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન વચ્ચેની તંગદિલીને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ
May 09, 2025 03:20 PMસરહદ પર તણાવની સ્થિતિ વચ્ચે રાજકોટ પોલીસ એલર્ટ
May 09, 2025 03:15 PMઆવતીકાલથી પેટ્રોલ પંપ પર યુપીઆઈ પેમેન્ટ નહીં સ્વીકારાય
May 09, 2025 02:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech