ભારત-પાકિસ્તાન વચ્ચેની તંગદિલીને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ

  • May 09, 2025 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત-પાકિસ્તાન છેલ્લા ત્રણ દિવસથી ચાલતી તનાવથી સ્થિતિને પગલે રાજ્યમાં સરહદી વિસ્તારમાં પોલીસ અને વહીવટી તંત્ર સતત એલર્ટ મોડમાં છે ત્યારે આપાતકાલીન સ્થિતિ સર્જાય તો આરોગ્ય લક્ષી સુવિધા તાકીદે મળી રહે માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લાના આરોગ્ય અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સાથે વિડિઓ કોન્ફ્રરન્સ યોજવામાં આવી હતી અને ઇમર્જન્સી સમયે આરોગ્યલક્ષી સુવિધા મળી રહે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.

તો બીજી તરફ કચ્છ-ભુજ અને જામનગર સરહદી વિસ્તાર હોવાથી કચ્છ-ભુજ અને જામનગર જિલ્લાની સિવિલ હોસ્પિટલ ઉપરાંત રાજકોટ સિવિલમાં પણ ઇમર્જન્સી વ્યવસ્થા માટેની તૈયારી કરવા માટેની સૂચનાના પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મોનાલી માકડિયાના માર્ગદર્શન હેઠળ પીએમએસએસવાય વિભાગમાં 20 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જરૂર જણાયે વધુ બેડની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. ઉપરાંત જરૂરી દવા, વેન્ટિલેટર પણ છે. આ ઉપરાંત તબીબી અધિકારી અને કર્મચારીઓ, નર્સિંગ સ્ટાફની રજા કેન્સલ પણ કેન્સલ કરવામાં આવી હોવાનું સિવિલ સૂત્રોએ જણાવ્યું છે. આ ઉપરાંત અન્ય જગ્યાએ પણ કોઈ ઘટના બને તો ત્યા મોકલવા માટે સિવીલની મેડિકલ ટિમ પણ તૈયાર રાખવાં આવી છે. કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ સિવીલ સજ્જ હોવાનું અંતમાં ઉમેર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application