જામનગરના કામદાર કોલોની વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા મોટા પ્રમાણમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવાની ઘટના સામે આવતાં વિસ્તારના રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે.
આ બાયોમેડિકલ વેસ્ટમાં અનેક પ્રકારની દવાઓના પેકેટ, ઓઇન્ટમેન્ટ, તેમજ દુર્ગંધ મારતી અન્ય દવાઓનો સમાવેશ થાય છે. આ બાયોમેડિકલ વેસ્ટ રહેણાંક વિસ્તારમાં ફેંકવામાં આવતાં રોગચાળાની ભીતિ સર્જાઈ છે.
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ આરોગ્ય વિભાગને જાણ કરી હતી. આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ બાયોમેડિકલ વેસ્ટ કોઈ અજાણ્યા શખ્સો દ્વારા રાત્રિના સમયે ફેંકવામાં આવ્યું હોવાનું જણાઈ રહ્યું છે.
આ બાયોમેડિકલ વેસ્ટને ખુલ્લામાં ફેંકવાથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. આ વિસ્તારમાં નાના બાળકો અને વૃદ્ધો વધુ પ્રમાણમાં રહે છે. તેથી આ બાયોમેડિકલ વેસ્ટ તેમના માટે જોખમી બની શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech