સિહોરથી ભાવનગર આવી રહેલ વિદેશી દારૂની ૬૩૬બોટલો અને બિયરના ૩૩૬ ટીન સહીત કુલ કિ.રૂ.૪,૬૮,૭૬૦નાં મુદ્દામાલ સાથે એક શખ્સને પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો
ભાવનગર એલ.સી.બી.-પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફ ને બાતમીરાહે હકિકત મળેલ કે, એક છોટા હાથી ગાડી નં.ૠઉં-૦૪-અઠ-૧૩૬૨ માં ગેર કાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. અને તે ગાડી શિહોર તરફથી ભાવનગર શહેર તરફ આવે છે. જે બાતમી આધારે વરતેજ ગામ, રંગોલી ચોકડી, નંદનવન ફુડ પ્લાઝા હોટલની સામે જાહેર રોડ ઉપર વોચમાં ઉભા રહી બાતમીવાળી ટાટા કંપનીની છોટા હાથી લોડીંગ વાહન ગાડી પકડી લઇ તેમા તપાસ કરતાં ગાડીમાં ભરેલ પ્લાસ્ટીકના પાઉડર ભરેલ પ્લાસ્ટીકની થેલીઓની નીચે દારૂ સંતાડેલ હતો. જે મુજબના દારૂના જથ્થા સાથે રવિ ઉર્ફે ડી.જે. અમરશીભાઇ રાઠોડ (ઉ.વ.૩૨ ધંધો.ડ્રાઇવીંગ રહે.અક્ષરપાર્ક, મફતનગર, સંતોષીનગર, ક્રિષ્ના પાઉભાજીની પાછળ, ભાવનગર)ને ઝડપી લઈ તેની પૂછપરછ કરતા ભરત વિભાભાઇ સોટીયા (રહે.અક્ષરપાર્ક સોસાયટી, ભાવનગર), અમીત ઉર્ફે અક્ષય દલપતભાઇ મકવાણા (રહે.કુંભારવાડા, ભાવનગર) તેમજ ધનશ્યામ ઉર્ફે જી.ડી. બુધેલીયા રહે.શિહોર, જી.ભાવનગર)નું નામ ખુલતા લંડન પ્રાઇડ ઓરેન્જ ફ્લેવર્ડ વોડકા ૭૫૦ ખક ફોર સેલ ઇન મધ્યપ્રદેશની બોટલો નંગ-૮૪ કિ.રૂ.૫૧,૨૪૦, ડેનીમ-૩૦ ગ્રીન એપલ વોડકા ૭૫૦ ખક ફોર સેલ ઇન મહારાષ્ટ્રની બોટલો નંગ-૨૧૬ કિ.રૂ.૧,૦૮,૦૦૦, રોયલ બ્લુ માલ્ટ વ્હિસ્કી ૧૮૦ ખક ફોર સેલ ઇન ગોવાની બોટલો નંગ-૩૩૬ કિ.રૂ.૩૩,૬૦૦, ટબર્ગ પ્રીમિયમ બીયર સ્ટ્રોંગ બિયર ટીન નંગ-૩૩૬ કિ.રૂ.૭૩,૯૨૦ અને ટાટા કંપનીની છોટા હાથી લોડીંગ ગાડી નંબર ૠઉં-૦૪-અઠ-૧૩૬૨ કિ.રૂ.૨,૦૦,૦૦૦ તેમજ મોબાઇલ ફોન કિ.રૂ.૨૦૦૦ સહીત મળી કુલ કિ.રૂ.-૪,૬૮,૭૬૦ નો પ્રોહીબિશનનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેયને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા, પોલીસ ઇન્સ. પી.બી.જેબલીયા, સ્ટાફના અજીતસિંહ મોરી, અરવિંદભાઇ મકવાણા, અર્જુનસિંહ ગોહિલ, કુલદીપસિંહ ગોહિલ, હસમુખભાઇ પરમાર અને પ્રજ્ઞેશભાઇ પંડયા જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમધરાત્રે પણ ભાવનગરમાં ફરીથી ફૂંકાયુ વાવાઝોડુ
May 06, 2025 03:52 PMબેદાયકાથી બનેલી બે મસ્જિદ પર તંત્રનું બુલડોઝર ફર્યું
May 06, 2025 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech