જળ શક્તિ અભિયાન, કેચ ધ રેઈન ૨.૦, સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૫ના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અમલીકરણ અંગેની બેઠક જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરશ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
બેઠકમાં કલેક્ટરએ નિયમિતપણે તાલુકા પાણી સમિતિની બેઠકો યોજીવા સૂચના આપી હતી. ઉપરાંત સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૫ અંતર્ગત માસ્ટરપ્લાન આગળ વધારવા અને સૂચિત કામો માટે પૂર્વતૈયારીઓ સુનિશ્ચિત કરવા માટે ચર્ચા કરી હતી.
આ ઉપરાંત કેચ ધ રેઈન ૨.૦ અભિયાન અંતર્ગત વિવિધ જગ્યાઓએ રેઈન વોટર હાર્વેસ્ટિંગ માટેના કામોના આયોજન માટે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરએ જિલ્લાના વધુમાં વધુ ભવનોમાં રેઈન વોટર રિચાર્જ અંગેની સુવિધા સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. વધુમાં કલેક્ટરએ હીટવેવ અને ગરમીની ઋતુમાં લોકોને તકલીફ ન પડે તે માટે પાણીને લગતી ફરિયાદો નું તાત્કાલિક નિવારણ થાય તે જોવા પાણી સમિતિને તાકીદ કરી હતી. સાથે સાથે બપોરના સમયમાં મજૂરોને તડકામાં કામ ન કરાવવામાં આવે તે જોવા અને પાણી તેમજ છાંયડો મળે તે જોવા તાકીદ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech