લોકલ ક્રાઇમ બ્રાન્ચે શહેરના પ્રેસરોડ પરના રહેણાંકી મકાનમાંથી વિદેશી ૪૫૭દારૂની બોટલ અને ૪૮બિયર ટીન મળી કુલ કિ.રૂ.૮૦,૬૦૫ નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન *બાતમી મળેલ કે, પુષ્પક અશ્વિનભાઇ મકવાણા રહે.સંચળવાળો ચોક, પ્રેસ રોડ, ભાવનગર તેના રહેણાંક મકાન પાસે આવેલ પ્રેસ રોડ, મઢુલીની સામે, પડતર શૌચાલયમાં બહારથી વિદેશી દારૂનો જથ્થો લાવી હેર-ફેર કરે છે. જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી દરોડા દરમ્યાન ફરાર બનેલા પુષ્પક અશ્વિનભાઇ મકવાણા રહે.સંચળવાળો ચોક, પ્રેસ રોડ, ભાવનગરના મકાનમાંથી વોડકા ૭૫૦ મળે ૩૬ બોટલ કિ.રૂ.૧૯,૦૮૦, વોડકા ૧૮૦ ખક ૩૮૪ બોટલ કિ.રૂ.૪૯,૯૨૦, વ્હીસ્કી ૧૮૦ મળે ૩૭ બોટલ કિ.રૂ.૫,૩૬૫ તેમજ બિયર ૫૦૦ મળે ૪૮ ટીન કિ.રૂ.૬,૨૪૦ મળી કુલ રૂ.૮૦,૬૦૫ નો મુ્દામાલ કબ્જે કરી પુષ્પક મકવાણાનવા ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના વનરાજભાઇ ખુમાણ, જયદિપસિંહ ગોહિલ તેમજ કેવલભાઇ સાંગા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech