એનએસયુઆઇ, યુવક કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી કરાઇ ઉજવણી: યુનિ.ના આદેશ બાદ કોલેજના સંચાલકો ઢીલા પડયા
જામનગરની ભાગોળે આવેલ મીનાક્ષીબેન દવે બીએડ કોલેજના બે વિદ્યાર્થીઓની નિયમ મુજબ ફી પરત ન અપાતી હોય આ અંગે વિદ્યાર્થીએ એનએસયુઆઇનો સંપર્ક કરતા તેમના દ્વારા કોલેજમાં રજૂઆત કરવા છતાં આ બંને વિદ્યાર્થીઓની ફી પરત ન ચુકવાતા એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજૂઆત કરવામાં આવી હતી, ત્યારબાદ બીએડ કોલેજ દ્વારા સાત મહીના બાદ ા.15 હજાર ફી રીફંડ પેટે મળતા એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી ખુશી વ્યકત કરવામાં આવી હતી. જામનગર એનએસયુઆઇના પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, યુવક કોંગ્રેસ પ્રમુખ ડો.તોસીફખાન પઠાણ, મહામંત્રી મહીપાલસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ રજૂઆતમાં જોડાયા હતાં.
આ અગાઉ વિદ્યાર્થીઓના ફી રીફંડ પ્રકરણ અંગે તોસીફખાન પઠાણ તથા અન્ય એનએસયુઆઇના સભ્યોએ કોલેજના મુખ્ય સંચાલક જયવીન દવેને રજૂઆત પણ કરી હતી, પરંતુ તેમને કોઇ દાદ દીધી ન હતી અને આખરે સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીના કુલપતિને રજૂઆત કરી હતી, ત્યારબાદ સાત મહીના બાદ આ ફી પરત આપવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે. અગાઉ યુજીસીની ગાઇડલાઇન મુજબ કોઇ વિદ્યાર્થી એડમીશન કેન્સલ કરાવે તો આ તમામને ફી રીફંડ કરવી, પરંતુ આ કોલેજના સંચાલક જયવીન દવે દ્વારા વિદ્યાર્થીઓને ફી પરત કરવામાં આવતી ન હતી, તેવો આક્ષેપ પણ એનએસયુઆઇના અગ્રણીઓએ કર્યો હતો. આ અંગેની ફરિયાદ પણ પંચકોશી-બી ડીવીઝનમાં કરવામાં આવી હતી. આખરે ફી પરત મળતાં વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડીને આનંદ વ્યકત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમધરાત્રે પણ ભાવનગરમાં ફરીથી ફૂંકાયુ વાવાઝોડુ
May 06, 2025 03:52 PMબેદાયકાથી બનેલી બે મસ્જિદ પર તંત્રનું બુલડોઝર ફર્યું
May 06, 2025 03:50 PM1.67 કરોડનો ધુમ્બો મારનાર મહિલા ઉદ્યોગપતિને ૧૧ કેસમાં દોઢ-દોઢ વર્ષની કેદ
May 06, 2025 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech