પોરબંદર થી ૧૦ કિલોમીટર દૂર સરકારી મેડિકલ કોલેજ સામે રોડ પર પાર્ક કરવામાં આવેલા બોલેરો પાછળ ઇકો કાર ઘૂસી જતા બાલાસિનોર ના એક યુવાનનું મોત થયું છે જ્યારે પાંચને ઇજા થતા સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલે લાવવામાં આવ્યા છે.
છ યુવાનો ફરવા નીકળ્યા
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ભોયવાડા ગામના ભરત રમેશભાઈ મહેરા નામના ૨૮ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૮/ ૫ ના તેઓ તથા તેનો ભત્રીજો નિર્મલ ગિરીશભાઈ મહેરા (ઉંમર:વર્ષ ૨૫) ભત્રીજા જમાઈ તુષાર લાલુભાઈ મહેરા (ઉંમર: વર્ષ ૨૧)પાડોશી જીગ્નેશ દશરથભાઈ મહેરા (ઉંમર:વર્ષ ૨૪) વિરલ બુધાભાઈ મહેરા(ઉમર: ૨૪)અને અનુરાગ અશોકભાઈ ભોય (ઉંમર:૧૯)વગેરે બધા તેમના ગામેથી ખાનગી ઇકો ગાડી ભાડે કરી હતી જેમાં ડ્રાઇવર તરીકે વણાકબોરી ગામના મહેશ ભીખાભાઈ ચૌહાણ હતા અને તેઓ બધા ફરવા માટે નીકળ્યા હતા.
યાત્રાધામો માં કર્યા દર્શન
આ યુવાનોએ નવમી મે ના સવારે ભગુડા પહોંચ્યા હતા જ્યાં રોકાયા બાદ દસમી મેના બપોરે દોઢેક વાગ્યે સોમનાથ થી દર્શન કરવા રોકાયા હતા અને સાંજે ૭:૦૦ વાગ્યે સોમનાથ દર્શન કરીને રાત્રે આઠેક વાગ્યે દ્વારકા જવા માટે નીકળ્યા હતા.
રાત્રે એક વાગ્યે સર્જાયો અકસ્માત
ત્યાંથી નીકળીને તેઓ રસ્તામાં જમવા રોકાયા હતા અને ત્યારબાદ વાહનમાં સુઈ ગયા હતા અને પોરબંદર થી ૧૦ કિલોમીટર દૂર સરકારી મેડિકલ કોલેજ સામે જ્યારે તેઓ નીકળ્યા ત્યારે રાત્રે એકાદ વાગ્યે અચાનક જ ધડાકાભેર અવાજ સંભળાતા ફરિયાદી ભરતભાઈ સહિત યુવાનો ઉઠી ગયા હતા અને જોયું તો બોલેરો રોડની નીચે ઉતરી ગયેલો નજરે ચડ્યો હતો અને ફરિયાદી જે ઇકો વાનમાં હતા તે અથડાઈને બુકડો બોલી ગયેલી નજરે ચડી હતી.
જીગ્નેશ અને તુષાર ગાડીથી દસ બાર ફૂટ દૂર ફેંકાયા હતા તથા નિર્મળ અને વિરલ ને બહાર કાઢ્યા હતા એ દરમિયાન લોકો એકત્ર થઈ ગયા હતા અને ઇમરજન્સી સેવા ૧૦૮ ને જાણ કરતા એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. અને તમામને સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.
૨૧ વર્ષનો યુવાન મોતને ભેટ્યો
અકસ્માતના આ બનાવમાં તુષાર લાલુભાઈ મહેરા નામનો ૨૧ વર્ષનો યુવાન ગંભીર ઇજાને કારણે મોતને ભેટ્યો હોવાનું હોસ્પિટલમાં જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે અન્ય પાંચ યુવાનોને નાની મોટી ઇજાઓ થતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસ ફરિયાદ દાખલ
અકસ્માતના આ બનાવમાં ભરત રમેશભાઈ મહેરા એ બેફિકરાઇથી ઇકો કાર ચલાવનાર મહેશ ભીખાભાઈ ચૌહાણ સામે બેદરકારીથી કાર ચલાવીને અકસ્માત સર્જી્ તુષારનું મોત નીપજાવ્યા નો ગુનો દાખલ કરાવ્યો છે ત્યારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લામાં બે દિવસ ચીજવસ્તુઓ ખરીદવા લોકોની પડાપડી
May 12, 2025 05:36 PMહાલારમાં ૫૪ વર્ષ પછી બ્લેકઆઉટ: લોકોએ ઉચાટ સાથે રાત વિતાવી
May 12, 2025 05:10 PMમોટા લખીયામાં જુગારના અખાડા પર દરોડો: બે મહિલા સહિત આઠની અટક
May 12, 2025 05:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech