પોરબંદરમાં એપ્રિલ મહિનાના આરંભે મોટા ભાગના એ.ટી.એમ. સેન્ટરોમાં નાણા ખલાસ થઇ ગયા હોવાથી અથવા ટેકનિકલ કારણોસર બંધ હોવાથી હજારો પોરબંદરવાસીઓ હેરાન-પરેશાન બની ગયા છે અને આક્રોશ વ્યકત કરી રહ્યા છે.
એપ્રિલ મહિનાના આરંભે સ્વભાવિક રીતે જ સરકારી અને ખાનગી કર્મચારીઓના પગાર બેન્કમાં જમા થયા હોવાથી તેને લેવા માટે એ.ટી.એમ. સેન્ટર ખાતે પોલીસ કર્મચારીઓથી માંડીને મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ પણ અલગ-અલગ એ.ટી.એમ. સેન્ટરમાં હેરાન થતા જોવા મળ્યા હતા. માર્ચ એન્ડીંગની કામગીરી વ્યવસ્થિત રીતે પૂર્ણ નહી કરી હોવાને લીધે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે કે કેમ તેવો સવાલ ઉપસ્થિત થયો છે અને લોકોને તેમના હકકના નાણા મળતા નથી.
જે રીતે એપ્રિલ મહિનાના આરંભે લોકોને હકકના નાણા માટે હેરાન-પરેશાન થવુ પડી રહ્યુ છે ત્યારે ઘઉં અને મસાલાની સીઝન પણ શ થઇ છે તેથી મસાલા માટે પણ વ્યાજે નાણા લેવા પડે તેવી પરિસ્થિતિ બેન્કની બેદરકારીને કારણે ઉભી થઇ હોય તેવું જણાઇ રહ્યુ છે. શહેરની રાષ્ટ્રીયકૃત બેન્કના ૮૦% એ.ટી.એમ. સેન્ટરોમાં નાણા નીકળતા નહી હોવાનું જોવા મળ્યુ હતુ અને તેના લીધે કર્મચારીઓ ખૂબ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા અને ખાનગીપેઢીમાં તો તેમના શેઠને ‘રોકડા આપોને’ ‘કવર આપજો’ કહીને પણ પગાર માટે માંગણી કરતા લોકો નજરે ચડયા હતા. આ પ્રકારની પરિસ્થિતિ વારંવાર ઉભી થઇ રહી છે. તેમ જણાવીને લોકોએ રોષ ઠાલવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પનો ચોંકાવનારો યુ-ટર્ન, ચીનની અર્થવ્યવસ્થા સંકટમાં, ટેરિફ પર બદલ્યો સૂર
May 05, 2025 07:06 PMPAN કાર્ડ બનશે સંકટનો સાથી! જાણો કેવી રીતે મળશે 5 લાખ સુધીની લોન
May 05, 2025 06:55 PMઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech