ટ્રમ્પનો ચોંકાવનારો યુ-ટર્ન, ચીનની અર્થવ્યવસ્થા સંકટમાં, ટેરિફ પર બદલ્યો સૂર

  • May 05, 2025 11:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે તેઓ ચીન પર લગાવવામાં આવેલા ટેરિફને ઘટાડી શકે છે. તેમણે એ સ્વીકાર્યું છે કે હાલના ટેરિફ દર એટલા વધારે છે કે વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓએ એકબીજા સાથે વેપાર કરવાનું જ બંધ કરી દીધું છે.


ટ્રમ્પે NBCના એક શોમાં કહ્યું કે હું કોઈપણ સમયે ચીન પર ટેક્સ ઘટાડી દઈશ, કારણ કે જો એવું નહીં કરવામાં આવે તો તેમની સાથે વેપાર કરવાનું શક્ય નહીં હોય અને તેઓ વેપાર કરવા માંગે છે.


ટ્રમ્પે સંકેત આપ્યો કે ચીનની અર્થવ્યવસ્થા આ સમયે મુશ્કેલીમાં છે. ત્યાં ફેક્ટરીઓમાં કામકાજ 2023 પછી સૌથી ખરાબ હાલતમાં છે. નિકાસના ઓર્ડર પણ ઘણા ઘટી ગયા છે.


પોતાની અમેરિકા ફર્સ્ટ નીતિ હેઠળ ટ્રમ્પે અમેરિકામાં સામાન વેચનારા તમામ દેશો પર 10% ટેરિફ લગાવ્યો હતો, પરંતુ ચીન પર ટેરિફ વધારતા-વધારતા 20 એપ્રિલે 145% સુધી કરી દીધો હતો. બદલામાં ચીને પણ અમેરિકી સામાન પર 125% સુધીનો ટેરિફ લગાવી દીધો હતો.


ટેરિફ વોરથી અમેરિકા-ચીન બંનેને નુકસાન
અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર યુદ્ધે નાણાકીય બજારોને હચમચાવી દીધા છે અને તેનાથી મેન્યુફેક્ચરિંગ સાધનોની સાથે-સાથે કપડાં અને રમકડાં જેવી સસ્તી વસ્તુઓની કિંમતો વધવાનો ખતરો છે, જેના પર ઘણા અમેરિકીઓ નિર્ભર રહે છે.

જ્યારે, બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, ચીનની ફેક્ટરીઓમાં કામકાજ 2023 પછી સૌથી ખરાબ હાલતમાં છે. નિકાસના ઓર્ડર પણ ઘણા ઘટી ગયા છે. આ ઘટાડો ડિસેમ્બર 2022 પછી સૌથી વધુ છે. આ પહેલાં એવું એપ્રિલ 2022માં થયું હતું જ્યારે શાંઘાઈ સંપૂર્ણ રીતે લોકડાઉનમાં ચાલ્યું ગયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application