ભાવનગર ના વરતેજ પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહીબીશનના છેલ્લા ૮વર્ષથી નાસતા-કરતા આરોપીને રાજસ્થાનથી મહુવા ડિવિઝનની નાસતા-ફરતા સ્કોડએ ઝડપી લીધો હતો.
મહુવા ડિવિઝનના મદદનીશ પેલીસ અધિક્ષક અંશુલ જૈન દ્વારા નાસતા ફરતા સ્કોર્ડની રચના કરી સતત જરૂરી સુચના અને યોગ્ય માર્ગદર્શન આપી લાંબા સમયથી વોન્ટેડ હોય તેવા આરોપીઓનું અલગથી ટાર્ગેટલીસ્ટ બનાવી તમામ એંગલથી તપાસ કરી આરોપીની બબ્લ્યુપિન્ટ બનાવી ઝડપી પાડી તેઓ વિરૂધ્ધ કડક હાથે કાર્યવાહી કરવા આપેલી સખ્ત સુચના હેઠળ મહુવા ડિવિઝનના નાસતા-ફરતા સ્કોર્ડ દ્વારા વરતેજ પોલીસના ગુરનં.૧૪૪/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫એ ઇ,૧૧૬ બી,૮૧,૮૩,૦૮ારા વિ. મુજબના ગુન્હાઓમાં છેલ્લા ૮ વર્ષથી નાસતા ફરતા આરોપી પ્રકાશ કેશુલાલ સવાજી ડાંગી (ઉ.વ-૩૫, ધંધો-હોટેલ રહે- ધુળીમાતા ગામ. તા-માવલી યાના-ડબોક પો.સ્ટે. જી-ઉદયપુર, રાજસ્થાન)ને ઝડપી લઈ તેને વરતેજ પોલીસને હવાલે કરવા કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી અંશુલ જૈનની સૂચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. આર.એ.વાઢેર, પો.સ.ઇ. એસ.સી.ચોધરી,આસી.સબ ઇન્સ. પી.આર.સરવૈયા, જે.આર.આહીર, પો.કોન્સ હરપાલસિંહ સરવૈયા તેમજ પ્રવિણભાઈ ડ્રાઇવર જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો બાથરૂમ માટે ટાઈલ્સ સિલેક્ટ કરવામાં કરશો આ ભૂલ તો બાથરૂમ દેખાશે હંમેશા ગંદુ
May 14, 2025 03:30 PMચાર દિવસમાં કામ કરતી વખતે શ્રમિકના અકસ્માતે મૃત્યુ થવાની ત્રીજી ઘટના
May 14, 2025 03:14 PMયુવતીને ઘરની બહાર બોલાવી છેડતી, હડધુત કરવાના ગુનાના ૩ આરોપીના જામીન મંજુર
May 14, 2025 03:14 PMજસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ બન્યા ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ, જાણો તેમના વિશે બધું જ
May 14, 2025 03:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech