ઓખામાં માછીમારી કરવા માટે ફિશિંગ વિભાગમાંથી ટોકન મેળવ્યા વગર ફિશીંગ કરવા ગયેલા શકુર અબ્દુલભાઈ શેખ (ઉ.વ. 45) અને સલીમ ફકીરાભાઈ ઉચાણી (ઉ.વ. 40) નામના બે માછીમારોને પોલીસે કનકાઈ જેટી પાસેથી ઝડપી લઈ, આ બંને સામે ગુજરાત ફિશરીઝ એક્ટ હેઠળ ઓખા મરીન પોલીસે કાર્યવાહી કરી હતી.
અન્ય એક માછીમાર એવા સલાયા ગામના અબ્બાસ સુલેમાન સંઘાર (ઉ.વ. 35) એ સલાયા બંદર નજીક પોતાની ફિશિંગ બોટમાં માછીમારી કરવા જતા પૂર્વે પોતાની બોટમાં હોકાયંત્ર અને અન્ય જરૂરી વ્યવસ્થા ન રાખતા આ અંગે તેની સામે સલાયા પોલીસે ગુજરાત મત્સ્યોધ્યોગ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે.
માછીમારી કાયદાનું ઉલ્લંઘન કરતા સાત માછીમારો સામે કાર્યવાહી
ખંભાળિયા તાલુકાના સલાયા ગામના માછીમારો હુસેન સાલેમામદ સુંભણીયા, હનીફ તાલબભાઈ સુંભણીયા, નજીમ સતારભાઈ ભાયા, એજાજ અલીભાઈ સુંભણીયા અને ઈશાક અબ્બાસ સંઘાર નામના પાંચ માછીમારો સામે ફિશિંગ અંગેનું ટોકન, હવામાનની જાણકારી માટેના હોકાયંત્રનો અભાવ, સહિતના મુદ્દે સલાયા મરીન પોલીસ મથકમાં ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
જ્યારે ઓખા મરીન પોલીસે ભાણા લખમણ બાંભણીયા રહે. (મુળ ઉના, જિ. ગીર સોમનાથ) દ્વારા માછીમારી ટોકનમાં નિર્ધારિત રિટર્ન ઓપરેશન સેન્ટર પોરબંદરમાં હોવા છતાં અન્ય ઓપરેશન સેન્ટર ઓખા ખાતે પરત આવતા તેની સામે સ્થાનિક પોલીસે ગુનો નોંધ્યો હતો.
જ્યારે નવસારી તાલુકાના જલાલપુર ગામના મૂળ વતની એવા પ્રવીણ છોટુભાઈ ટંડેલ (ઉ.વ. 40) દ્વારા પોતાના કબજા ભોગવટાની ફિશીંગ બોટમાં માછીમારી કરી પરત આવી અને તેનું ટોકન ફિશરીઝ વિભાગમાં જમા ન કરાવી, જુના ટોકન મુજબ ફિશીંગ કરવા જતા ઝડપાઈ ગયો હતો અને તેની સામે ગુજરાત ફિશરીઝ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ખંભાળિયા નજીક રીક્ષા પલટી જતા યુવાનનું મૃત્યુ
ખંભાળિયા શહેરમાં આવેલા સોનલ માતાજીના મંદિર પાસેથી મનસુખભાઈ ઝવેરભાઈ સોલંકીએ પોતાનો છકડા રીક્ષા પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવતા તેણે છકડા રીક્ષા પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે આ રીક્ષા રોડની એક તરફ પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા નાનુભાઈ બાબુભાઈ વઢીયારા (ઉ.વ. 35) ને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા ગત શુક્રવાર તારીખ 2 ના રોજ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ અકસ્માત અંગે મૃતકના મોટાભાઈ બીશનભાઈ બાબુભાઈ વઢીયારા (ઉ.વ. 40, રહે. બેઠક રોડ) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે રિક્ષાના ચાલક મનસુખ ઝવેરભાઈ સોલંકી સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી છે.
દ્વારકાની બ્રહ્મપુરી સંચાલિત ભોજનાલયમાંથી દાન પેટીના તાળા તૂટ્યા: રોકડની ચોરી
દ્વારકામાં 56 સીડી પાસે આવેલી સમસ્ત ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 દ્વારા સંચાલિત ભોજનાલયમાં ગત તા. 2 મે ના રોજ રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી, અને અહીં ભોજનાલયના મકાનમાં રહેલી બે કાચની દાન પેટીના તાળા તોડ્યા હતા. તસ્કરોએ આ દાન પેટીમાંથી આશરે રૂપિયા 8,000 જેટલી રોકડ રકમ ચોરી કરીને લઈ ગયા હોવાની ધોરણસર ફરિયાદ યજમાનવૃત્તિ કરતા હેમલભાઈ કાંતિલાલ દવે (ઉ.વ. 41) એ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવી છે. જે અંગે પોલીસે ગુનો નોંધી, તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
કલ્યાણપુરના યુવાનને મારી નાખવાની ધમકી સબબ ફરિયાદ
દ્વારકા તાલુકાના કલ્યાણપુરમાં વાડી વિસ્તારમાં રહેતા સાજણભા નુંઘાભા માણેક નામના 25 વર્ષના યુવાનને ભોગાત ગામના કાનાભાઈ કરમુર નામના શખ્સ દ્વારા મોબાઈલ પરથી ફરિયાદી સાજણભા માણેકને અવારનવાર ફોન કરી, અને દ્વારકા એસ.ડી.એમ. દ્વારા કલ્યાણપુર ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજ ખનન અંગે દરોડા અંગેની કાર્યવાહી કરવામાં આવતા આ અંગેની બાતમી ફરિયાદી સાજણભાએ આપી હોવાનો શક કરી, આ અંગેનો ખાર રાખ્યો હતો. આટલું જ નહીં આરોપીએ તેમને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ભાણવડમાં લાયસન્સ ન હોવા છતાં સગીરને મોટરસાયકલ આપનારા બાઈક માલિક સામે ગુનો
ભાણવડ નજીકના ત્રણ પાટિયા પાસેથી પોલીસે પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 11 એન. 5989 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ ચાલકને ઝડપી લીધો હતો. આ બાઈક ચાલક સગીર વયનો હોવાનું અને તેની પાસે લાયસન્સ ન હોવાનું ખુલતાં પોલીસે આ બાઈકના માલિક એવા પોરબંદર જિલ્લાના આદિત્યાણાના મૂળ વતની અને હાલ ભાણવડ બાયપાસ રોડ પર રહેતા હિતેશભાઈ નાનજીભાઈ સિંગરખીયા (ઉ.વ. 24) નામના શખ્સ સામે સગીરને મોટરસાયકલ આપવા સબબ એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, તેની અટકાયત કરી હતી.
હદપાર કરાયેલા શખ્સને ખંભાળિયામાંથી દબોચી લેવાયો
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા પ્રવીણ વસંતભાઈ રાઠોડ નામના 42 વર્ષના શખ્સ સામે પોલીસ કાર્યવાહી બાદ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિતના વિસ્તારોમાંથી હદપાર કરવાનો હુકમ કર્યો હતો. આ વચ્ચે ઉપરોક્ત શખ્સને પોલીસે ગઈકાલે અહીંના શક્તિનગર વિસ્તારમાં તેના રહેણાંક મકાનમાંથી ઝડપી લઇ, અને હદપારીના હુકમનો અનાદર કરવા સબબ તેની સામે ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પનો ચોંકાવનારો યુ-ટર્ન, ચીનની અર્થવ્યવસ્થા સંકટમાં, ટેરિફ પર બદલ્યો સૂર
May 05, 2025 07:06 PMઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech