મનુ ભાકરે રવિવારે પેરિસ ગેમ્સ 2024માં 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બનીને ઈતિહાસ રચ્યો હતો. આ સિદ્ધિ ભારતીય શૂટિંગ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, કારણ કે દેશના શૂટરોએ છેલ્લી બે ઓલિમ્પિક, રિયો 2016 અને ટોક્યો 2020માં કોઈ મેડલ જીત્યા ન હતા.
જીત બાદ જિયોસિનેમા સાથે વાત કરતા, જ્યારે સ્પધર્નિી અંતિમ ક્ષણો દરમિયાન તેની માનસિક સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે ભાકરે ખુલાસો કર્યો કે તે ભગવદ ગીતાના ઉપદેશોથી પ્રેરિત છે. તેણીએ કહ્યું કે મેં ગીતા અને બીજી ઘણી બધી વસ્તુઓ વાંચી છે, તેથી મારા મગજમાં જે ચાલી રહ્યું હતું તે એ હતું કે આપણે કાઇપણ કરીએ, નિયતિ ગમે તે હોય, તેના પરિણામને નિયંત્રિત કરી શકતા નથી. ગીતામાં કૃષ્ણ અર્જુનને કહે છે, કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરો, બસ આ જ મારા મનમાં હતું.
ચેટેરોક્સ શૂટિંગ સેન્ટરમાં 221.7ના સ્કોર સાથે, ભાકરનો બ્રોન્ઝ મેડલ 12 વર્ષમાં ભારતનો પહેલો શૂટિંગ મેડલ છે, અગાઉ ગગન નારંગ અને વિજય કુમારે લંડન ઓલિમ્પિકમાં આ સિદ્ધિ મેળવી હતી. 22 વર્ષીય શૂટરે કહ્યું કે, ભારત આ મેડલ કરતાં વધુ હકદાર છે. આ ભારત માટે લાંબા સમયથી રાહ જોવાતો મેડલ હતો. ભારત શક્ય તેટલા મેડલને પાત્ર છે. અમે આ વખતે વધુને વધુ સ્પધર્ઓિમાં ભાગ લેવા ઉત્સુક છીએ અને સમગ્ર ટીમે ખૂબ જ મહેનત કરી છે ઉપરાંત વ્યક્તિગત રીતે, મારા માટે, આ લાગણી ખરેખર અવાસ્તવિક છે.
ભાકરે તેના પ્રદર્શન અને બ્રોન્ઝ મેડલ જીતવા માટે કરેલા પ્રયત્નો વિશે પણ તેના વિચારો શેર કયર્િ હતા. તેણીએ કહ્યું કે, મને લાગે છે કે મેં સારું કામ કર્યું છે, ઘણા પ્રયત્નો કયર્િ છે, અને છેલ્લા શોટ સુધી પણ હું મારી બધી શક્તિ સાથે લડતી હતી. તે ભલે કાંસ્ય પદક છે, પરંતુ હું ખરેખર આભારી છું કે હું જીતી શકી, કદાચ આગલી વખતે મને વધુ સારા પરિણામો મળશે.
મનુ ભાકર આજે યોજાનાર 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ક્વોલિફાયરમાં સરભજોત સિંહ સાથે ભાગ લેશે. આ ઉપરાંત તે 2 ઓગસ્ટે યોજાનારી 25 મીટર એર પિસ્તોલ ક્વોલિફાયર્સમાં પણ ભાગ લેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન વચ્ચેની તંગદિલીને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ
May 09, 2025 03:20 PMસરહદ પર તણાવની સ્થિતિ વચ્ચે રાજકોટ પોલીસ એલર્ટ
May 09, 2025 03:15 PMઆવતીકાલથી પેટ્રોલ પંપ પર યુપીઆઈ પેમેન્ટ નહીં સ્વીકારાય
May 09, 2025 02:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech