પોરબંદરના રીવરફ્રન્ટ ખાતે લોહાણા સમાજના યુવક-યુવતીનો પરિચય મેળો યોજાયો હતો.
અખિલ ગુજરાત લોહાણા મહિલા મંડળ દ્વારા ચંદ્રિકાબેન તન્નાએ (ઇન્ચાર્જ) અને તેમની ટીમની બહેનો દ્વારા પોરબંદર રિવરફ્રન્ટ ખાતે પરિચય સંમેલનનો કાર્યક્રમ પોરબંદરમાં ખુબ સરસ રીતે સફળ થયો હતો અને દિકરા અને દિકરીઓ ખુબ સારો પ્રતિસાદ મળ્યોઆ પરિચય સંમેલન એક નવા વિચાર સાથે શ કરવામાં આવ્યો હતો.કે તેમાં દિકરો હોય કે દિકરી તેને સ્ટેજ ઉપર આવીને પરિચય આપે તો સારું અગર તેને સ્ટેજ ઉપર આવીને પરિચય આપવો ના ગમે તો ટીમ દ્વારા પરિચય આપી દેવામાં આવતો આજના સમયમાં ઘણા દિકરાને પરિચય સ્ટેજ આવીને પરિચય આપવો ગમતો ના હોય તેમાં પણ દિકરીઓને તો ખાસ.માટે આ નવા વિચારો સાથે મળીને આ રીતે બાળકો સાથ આપ્યો હતોચંદ્રિકાબેન તન્ના થયું કે બાળકો જે રીતે કહે છે તે રીતે કરીએ..સમયની સાથે બદલાવ જરી છે.માટે કઈક નવા વિચારો સાથે આ પ્રયત્ન કરવામાં આવ્યો,સંગપણ સમિતિનું કાર્યાલય ટુંક સમયમાં પોરબંદરમાં ચાલુ કરવામાં આવશે અને ત્યાં જે માતા-પિતા કે બાળકોને મળવું હોય તે તેની પાસે આવી અને મળી શકશે અને તે જોઈતા પાત્રની વાત કરી શકશે.ખાસ આ પરિચય સંમેલનમાં વડોદરા, અમદાવાદ, સુરત, જુનાગઢ, જેતપુર, દ્વારકાથી આવ્યા હતા,પોરબંદર જિલ્લામાંથી તો હતા આજુબાજુના ગામના લોકો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા.આમ જોયે તો લોહાણા સમાજમાં દીકરી હોય કે દિકરો તેમનું કરવું માતા-પિતા માટે સગપણ કરવું થોડું અઘ થયું છે.પણ દરેક સમસ્યાનું એક સમાધાન હોય છે કે આપણા સમાજ એક વ્યક્તિ કે તેની ટીમ આમાં કામ કરે એમ નહિ,સમાજ દરેક લોકો એક બીજા નો સાથ આપે તો કંઇજ અઘરું નથી..અને થોડું એક બીજા જતું કરીએ તો પણ સારું રહે .બીજું એક ખાસ બોવ બધા લોકો બોવ બધું જોવે છે.પણ પહેલાનાં લોકો કહેતા દિકરો રાખમાંથી પણ રૂપિયા બનાવી શકે એ જ સાચો હીરો.પણ હા...અત્યારના આ સમય માં થોડુક પરિવર્તન જર છે.જો આવી જાય તો આ સમસ્યા ઘણી સરળ થઈ જાય.બીજું દિકરી એ સમજવું જોઈએ કે જ્યાં તેનું નક્કી થયું એ પરિવાર તેનો સાચો પરિવાર છે.અને સસરા પણ એ સમજવું જોઈએ કે જે દીકરી આવી છે તેને આંખમાં આશું નાં આવે.બસ આટલું સમજાય તો ઘણી સમસ્યા ઊભી થશે જ નહિ.
આ આયોજનમાં પદુભાઈ રાયચુરા અને કોકિલાબેન માખેચા હાથી સિમેન્ટવાળા તેની હાજરી રહી હતી તેનો બધી જ રીતે સાથ અને સહકાર મળ્યો,કમલભાઈ પાઉ, ગજાનન એકેડેમી ,એડવોકેટ હિતેશભાઈ કોટેચા,રાજુભાઈ લાખાણી,હિતેશભાઈ ઉનડકટ જેવા ઘણા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ આયોજન થયું હતુ.આ આયોજનમાં પહેલેથી છેલ્લે સુધી દિલેશભાઈ લાખાણી અને મિતેષભાઈ ચોલેરાનો સાથ રહ્યો હતો તેમજ મનોજભાઈ મોનાણી,શ્યામ ઘાણીનો સાથ અને સહકાર રહ્યા હતા.
ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આ સમગ્ર ટીમના ઓનર પ્રફુલભાઈ સિરોદરિયા વેરાવળથી અને પુજાબેન ગણાત્રા રાજકોટ થી હેડ ઇન્ચાર્જનું માર્ગદર્શન પણ ખૂબ મળ્યું હતુ,તેમજ જે રાજકોટ અને પોરબંદર બન્ને જગ્યાએ એક સંસ્થા એ અલગ અલગ પરિચય સંમેલન કર્યા હતા જે દરેક લોકોને ખૂબ ગમ્યું..કારણ કે આજ દિવસ સુધી એવું ક્યારેય નથી બન્યું કે એક સંસ્થા એક હેડ ઇન્ચાર્જ અને ઇન્ચાર્જ બને અલગ અલગ જગ્યાએ સગપણ સમિતિ કાર્યક્રમ ગોઠવેલ હોય અને બંને માં લોકો સારો એવો પ્રતિસાદ મળ્યો.ખાસ એક વાત એ પણ છે જગ્યા પરિમલ ભાઈ ઠકરાર દ્વારા રિવરફ્રન્ટ તેમનું ગ્રાઉન્ડ બોમ્બે પાઉંભાજીવાળું મળેલ હતું.તો સંસ્થા તેનો આભાર માને છે.આ સમગ્ર કાર્યક્રમનો શ્રેય પ્રફુલભાઈ સિરોદરિયા, પૂજાબેન ગણાત્રા,ચંદ્રિકાબેન તન્નાની ટીમમાં જોડાયેલ તમામ બહેનોને જાય છે.ચંદ્રિકા તન્ના તેની તમામ ટીમનો હદયથી આભાર માને છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech