ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયા પરના પ્રતિબંધો હટાવ્યા બાદ ત્યાં જશ્નનો માહોલ છે. અમેરિકી રાષ્ટ્રપતિએ રિયાધમાં સીરિયાના રાષ્ટ્રપતિ અહમદ અલ-શરા સાથે મુલાકાત કરી, જેના પછી આ નિર્ણય લેવામાં આવ્યો. વર્ષો બાદ અમેરિકા અને સીરિયાના રાષ્ટ્રાધ્યક્ષોની મુલાકાત થઈ. અમેરિકાએ તેલ, ગેસ અને નાણાકીય લેવડ-દેવડ સહિત ઘણા પ્રતિબંધો હટાવી લીધા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું છે ત્યારથી વર્લ્ડ ઓર્ડરમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. બુધવારે ટ્રમ્પે સાઉદી અરબની રાજધાની રિયાધમાં સીરિયાના રાષ્ટ્રપતિ અહમદ અલ-શરા સાથે મુલાકાત કરી. હકીકતમાં આ મુલાકાત ખૂબ જ ખાસ હતી કારણ કે એક સમયે બંને દેશો એકબીજાના દુશ્મન હતા. 25 વર્ષ બાદ અમેરિકા અને સીરિયાના રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે મુલાકાત થઈ.
ટ્રમ્પ અને અહમદ અલ-શરાની મુલાકાતના એક દિવસ પહેલાં જ અમેરિકાએ સીરિયા પર લગાવેલા તમામ અમેરિકી પ્રતિબંધોને ખતમ કરવાનો આદેશ આપ્યો હતો. જણાવી દઈએ કે અહમદ અલ-શરા પહેલાં આતંકવાદી સંગઠન અલ-કાયદાની સીરિયન શાખાનો ચીફ રહી ચૂક્યો છે. તેણે વર્ષ 2011માં સીરિયામાં ઘણા આત્મઘાતી હુમલા કર્યા હતા.
અમેરિકાએ સીરિયાથી 5 પ્રકારના પ્રતિબંધો હટાવ્યા
અમેરિકાએ જુલાની પર 10 મિલિયન ડોલર (લગભગ 84 કરોડ રૂપિયા)નું ઇનામ રાખ્યું હતું. અમેરિકાએ જુલાની પર લગાવેલું ઇનામ હટાવી લીધું છે. બીજી તરફ અમેરિકાએ સીરિયા પર લગાવેલા તેલ અને ગેસ ક્ષેત્રના પ્રતિબંધને પણ હટાવી લીધો છે. હવે કોઈપણ વિદેશી તેલ કંપની ત્યાં રોકાણ કરી શકે છે.
એટલું જ નહીં, અમેરિકાએ સીરિયન બેંકને (સોસાયટી ફોર વર્લ્ડવાઇડ ઇન્ટર બેંક ફાઇનાન્શિયલ ટેલિકોમ્યુનિકેશન) નેટવર્ક SWIFTમાંથી કાઢી મૂકી હતી. SWIFT નેટવર્કને કારણે જ વિશ્વભરની બેંકો એકબીજાને સુરક્ષિત રીતે પૈસા ટ્રાન્સફર કરે છે. સીરિયાને SWIFTમાંથી બહાર કાઢવાનો મતલબ હતો કે તે દેશની બેંક વિશ્વની કોઈપણ બેંક સાથે લેવડ-દેવડ કરી શકતી નહોતી. હવે અમેરિકાએ સીરિયા પર લગાવેલો આ પ્રતિબંધ પણ હટાવી લીધો છે.
અમેરિકાએ સીરિયાને કોઈપણ પ્રકારના હથિયારો, દારૂગોળો, ડ્રોન, મિસાઇલ સિસ્ટમ અથવા સૈન્ય વાહનોના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો હતો. અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે સીરિયામાં આતંકવાદીઓ દ્વારા હથિયારોનો ઉપયોગ થઈ રહ્યો છે. અમેરિકાએ આ પ્રતિબંધ પણ હટાવી લીધો છે.
અમેરિકાએ 2019માં સીરિયા પર સીઝર સીરિયા સિવિલિયન પ્રોટેક્શન એક્ટ (સીઝર એક્ટ) લગાવ્યો હતો. આ જોગવાઈ હેઠળ સીરિયા સાથે કામ કરતી અન્ય દેશોની કંપનીઓ પર પણ કાર્યવાહી થઈ શકતી હતી. પરિણામે NGO સુધીએ સીરિયામાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. અમેરિકા તરફથી આ પ્રતિબંધ પણ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમેરિકી નાગરિકો અને ત્યાંની કંપનીઓ સીરિયા સાથે કોઈપણ વેપાર અથવા પૈસાની લેવડ-દેવડ કરી શકતી નહોતી. સીરિયાને ડોલરમાં લેવડ-દેવડ કરવાની મંજૂરી નહોતી, જેના કારણે સીરિયા આંતરરાષ્ટ્રીય વેપારથી લગભગ કપાઈ ગયું હતું. અમેરિકાએ આ પ્રતિબંધ પણ હટાવવાનો નિર્ણય કર્યો છે.
સીરિયામાં જશ્ન મનાવવા રસ્તા પર ઉતર્યા લોકો
ટ્રમ્પ અને અહમદ અલ-શરાની મુલાકાત બાદ સીરિયામાં જશ્નનો માહોલ છે. બુધવારે રાત્રે સીરિયામાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકો રસ્તા પર નાચી રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech