રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલાવડ રોડ ઉપરની કટારીયા ચોકડી ખાતે થ્રી-લેયર આઇકોનીક ફ્લાય ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવનાર છે, ગઈકાલે આ પ્રોજેક્ટનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે. મહાપાલિકા તંત્ર ડાયવર્ઝન મામલે અસ્પષ્ટ રહ્યું હતું. બાદમાં ગઇકાલે બપોરે છેલ્લી ઘડીએ મેપ સાથે એવું જાહેર કર્યું હતું કે, કટારીયા ચોકડીનો ટ્રાફિક કણકોટ રોડ અને અવધ રોડ ઉપર ડાયવર્ટ કરાશે. આ અંગે ડાયવર્ઝન રૂટના મેપ સાથે સૌપ્રથમ અહેવાલ એકમાત્ર ગઈકાલે તા.૨૬-૩-૨૦૨૫ના આજકાલ દૈનિકમાં લાસ્ટ પેઇજ ઉપર પ્રસિધ્ધ થયો હતો. દરમિયાન ઉપરોક્ત ડાયવર્ઝન રૂટ મામલે પોશ રહેણાંક વિસ્તાર અવધ રોડ તેમજ કણકોટ રોડના રહીશોમાંથી વિરોધ વંટોળ ઉઠ્યો છે.
મહાનગરપાલિકા દ્વારા કાલાવડ રોડ ઉપરની કટારીયા ચોકડી ખાતે નીચે અન્ડર પાસ અને તેની તદ્દન ઉપર આઇકોનીક ફ્લાય ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ થશે, આ સાથે જ રૂડા દ્વારા રિંગ રોડ-૨ ફોર ટ્રેકનું નિર્માણ કાર્ય કણકોટ રોડથી કોરાટ ચોક સુધીના ફેઝમાં શરૂ થશે. આ મુજબ એક સાથે ત્રણ પ્રોજેક્ટ શરૂ થતાની સાથે જ સમયસર અને સંપૂર્ણ રીતે સુયોગ્ય હોય તેવો ડાયવર્ઝન રૂટ તૈયાર નહીં કરાય તો ટ્રાફિકની અંધાધૂંધી સર્જાશે. અલબત્ત હાલ જે ડાઇવર્ઝન રૂટ જાહેર કર્યો છે તે રસ્તો પણ પૂરેપૂરો વાહન ચલાવવા લાયક નથી ત્યાં પણ તાત્કાલિક પેવરવર્ક કરવું પડે તેમ છે.
અવધ રોડ અને કણકોટ રોડના રહીશોએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અવધ રોડ અને કણકોટ રોડ ઉપર અનેક પાર્ટી પ્લોટ્સ, હોટેલ, રિસોર્ટ વિગેરે આવેલા હોય આમ પણ કાયમ ટ્રાફિક રહે છે ત્યારે જો બ્રિજ અને ફોરટ્રેક પ્રોજેક્ટનું ડાયવર્ઝન જો અહીંથી અપાય તો ભારે વાહનો અહીંથી પસાર થતા ટ્રાફિક વધશે અને ભારે વાહનોને કારણે શહેરી જનતાની સલામતી જોખમાશે. કણકોટ રોડ અને અવધ રોડના બદલે અન્યત્રથી ડાયવર્ઝન આપવા માંગણી કરાઇ છે તેમજ ટૂંક સમયમાં આ મામલે આવેદનપત્ર પાઠવવા પણ તૈયારીઓ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech