આગામી 16મીએ યોજાનાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે કુલ 112 ભરાયા બાદ આકારણીના દિવસે સાત ફોર્મ રદ થતાં 105 ફોર્મ વધ્યા હતાં. ગઇકાલે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 13 ફોર્મ પરત ખેંચાતા આગામી 16મીએ 8 વોર્ડમાં 87 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.
નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે બપોરે ત્રણ વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે બપોરે ત્રણ વાગ્યા સુધી કોંગ્રેસના 6, આમ આદમી પાર્ટીના 6 અને એક અપક્ષ મળી કુલ 13 ફોર્મ પરત ખેંચાતા 8 વોર્ડમાં 87 ઉમેદવારો માટે આગામી 16મીએ મતદાન યોજાશે.
ગઇકાલે ભારે રાજકીય ડ્રામા બાદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઇ પાડલિયા, નગરપાલિકાના ચૂંટણી સંયોજક પરાગભાઇ શાહ, વોર્ડ નં.6ના પ્રભારી ગોવિંદભાઇ બારયાના પ્રયત્નોથી વોર્ડ નં.6ના ચાર ઉમેદવારો લાખીબેન મનોજભાઇ નંદાણીયા, શાંતિબેન મેસુરભાઇ કરંગીયા, દિપક નારણભાઇ સુવા અને અગ્રણી એડવોકેટ નિમિતભાઇ રમેશભાઇ પાતસરા, જયારે વોર્ડ નં.3માં ભાજપ્ના ઉમેદવાર દિવ્યાબેન મહેશભાઇ સુવા બીન હરીફ વિજેતા જાહેર થયા હતાં. જેમાં ભાજપ્ની તરફેણમાં ફોર્મ ખેંચનાર વોર્ડ નં.6માંથી કોંગ્રેસના ઉમેદવાર દિપ્તીબેન હરેશભાઇ લાડાણી, પારસ ભરતભાઇ માકડિયા, પ્રવિણાબેન રાજેશભાઇ માકડીયા, વિનોદકુમાર નાથાભાઇ બારાઇ અને વોર્ડ નં.3માંથી કોંગ્રેસના નિયતીબેન રજનીકાંતભાઇ મારડિયા, વોર્ડ નં.5ના અપક્ષ ઉમેદવાર મિતેષ જેન્તીભાઇ ગજેરા, વોર્ડ નં.1માંથી કોંગ્રેસના ઉમેદવાર રીમાબેન જગદીશભાઇ દલસાણીયા, આમ આદમી પાર્ટીના દિપકભાઇ કાસુન્દ્રા, જાગૃતિબેન હરસુખભાઇ કનેરીયા, દિવ્યેશભાઇ નલીનભાઇ વાઢેર, વોર્ડ નં.4 આમ આદમી પાર્ટીના પૂજાબેન અશોકભાઇ કોઠારી, વોર્ડ નં.8ના આમ આદમી પાર્ટીના હાજાભાઇ નાથાભાઇ ભારાઇ, વોર્ડ નં.7માં અશ્ર્વિનભાઇ કરશનભાઇ ઘોકિયાએ પોતાને ઉમેદવારી પાછી ખેંચેલ હતી. હવે 8 વોર્ડના 87 ઉમેદવારો માટે આગામી તા.16મીએ ચૂંટણી યોજાશે. ભાજપે પ્રમુખપદ કબજે કરવા માટે 31 બેઠકોમાંથી 14 બેઠકો મેળવવી પડશે.
કોંગ્રેસની નેતાગીરી નબળી પુરવાર થઇ
ગઇકાલે સવારથી 4 ફોમ પરત ખેંચવાના દિવસે ભાજપ્ના આક્રમક બુલડોઝર સામે કોંગ્રેસના સ્થાનિક નેતાગીરી વામણી પૂરવાર થઇ હતી. હદ ત્યાં સુધી આવી ગઇ કે કોંગ્રેસના નેતાઓનો મામલતદાર ઓફિસે પડાવ હોવા છતાં તેના ઉમેદવારો બિંદાસ ફોર્મ પરત ખેંચી ભાજપ્ના ઉમેદવારોને સમર્થન આપી જતા રહ્યા હતાં. તેવી જ રીતે આમ આદમી પાર્ટી પણ ભાંગીને ભૂકો થઇ ગઇ હતી.
એકમાત્ર સમાજવાદી પાર્ટી અડગ
ગઇકાલે ભારે રાજકીય ડ્રામા સાથે ભાજપે કરેલી તન જોડની નીતિ તેમજ ઓફરો સામે સમાજવાદી પાર્ટીના તમામ સાત ઉમેદવારો કોઇપણ જાતના લોભ લાલચમાં આવ્યા વગર ભાજપ-કોંગ્રેસની તમામ ઓફરો ફગાવી પ્રજાની સેવા કરવા માટે પ્રજાના જનાદેશ લેવા રણમેદાનમાં ઉભા રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશમાં પુખ્ત થતા પહેલા જ 30 ટકા છોકરીઓ, ૧૩ ટકા છોકરાઓ બને છે જાતીય શોષણનો શિકાર
May 08, 2025 10:43 AMબિલ્ડીંગ પરથી પટકાઈ પડતા પરપ્રાંતિય બાળાનું કરુણ મોત
May 08, 2025 10:41 AMજામનગર ખાતે નિઃશુલ્ક સેવાયજ્ઞનું આયોજન
May 08, 2025 10:38 AMજામનગર નજીક કારમાંથી ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક ઝડપાયુ : ૩ બુકી પકડાયા
May 08, 2025 10:33 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech