પ્રભાસ સ્ટારર એસ.એસ. રાજામૌલીની બાહુબલી મુવીઓ ભારતની પ્રભાવશાળી મુવીમાં સામેલ થઈ ગઈ છે. આ બંને ફિલ્મો બ્લોકબસ્ટર રહી હતી. ત્યારે હવે આ સીરીઝને લઇ અપડેટ આવી છે.
વર્ષ 2015માં આવેલી એસ એસ રાજામૌલીની "બાહુબલી: ધ બિગીનિંગ" મૂવીએ લોકોના દિલ જીતી લીધા હતા. ત્યાર બાદ આવેલી "બાહુબલી: ધ કોનક્લૂઝન" મુવી પણ બધાને પસંદ પડી હતી. જેને કમાણીના રેકોર્ડ પણ તોડી નાખ્યાં હતાં. હવે રાજામૌલી તેમની નવી મુવીની તૈયારીમાં લાગી ગયા છે. તેમની આગામી મૂવીમાં મહેશ બાબુ લીડ રોલમાં જોવા મળશે.
રાજામૌલીની આગામી મૂવી એસએસએમબી 29 ખૂબ ઊંચા બજેટમાં બનવાની છે. તેનું બજેટ 1000 કરોડ હશે તેમ રિપોર્ટ પરથી જાણવા મળી રહ્યું છે. આ મૂવી ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી મૂવી હશે. આ દરમિયાન 1 મેના રોજ રાજામૌલીની અનલિમિટેડ સીરીઝ "બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ"નું ટ્રેલર લોન્ચ થયું છે. આ એનિમેશન સીરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 17 મેના રોજ સ્ટ્રીમ થશે.
"બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ" એનિમેશન સીરીઝને જીવન જે કાંગ અને નવીન જોને ડાયરેક્ટ કર્યું છે. આ સીરીઝને લઇ હૈદરાબાદમાં એક ઇવેન્ટ યોજાઈ હતી જ્યાં રાજામૌલી પોહચ્યા હતા. જ્યાં તેમને કહ્યું હતું કે બાહુબલી ફ્રેન્ચાયજીને અનેક માધ્યમ મારફતે એક્ષપેન્ડ કરાઈ રહી છે. તેમને બાહુબલીના વિસ્તાર વિશે ચર્ચા કરી હતી.
રાજામૌલીએ આ એનીમેટેડ સીરીઝ પર વધુમાં જણાવ્યું કે, વેસ્ટર્નમાં મૂવીમાં કોઈ બ્રાન્ડ બને છે ત્યારે તેઓ અલગ લેવલ પર પોહચી જાય છે. અમે અત્યાર સુધી બાહુબલીની ગેમ અને સીરીઝ બનાવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ જે મુજબ અપેક્ષા હતી તે મુજબનું કશું જ નથી થયું. બાહુબલીની સીરીઝ માત્ર એનિમેશન પૂરતી સીમિત નહીં રહે પણ તેને બીજા સ્વરૂપમાં પણ બનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે,"બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ" એનિમેશન સીરીઝના ટ્રેલરમાં જોઈ શકાય છે કે,બાહુબલી અને ભલ્લાલદેવના વીરતાના કારનામાં પર પ્રકાશ પડાયો છે. જેમાં તેઓ વિલન રક્તદેવનો સામનો કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅરમાન મલિકને જોઈએ છે હથિયારનું લાઇસન્સ, કહ્યું- મને ધમકીઓ મળી રહી છે, મારા જીવને જોખમ છે
May 15, 2025 12:40 PMજામનગર: બોર્ડનું પરિણામ વઘ્યું, એન્જીનીયરીંગમાં ૨થી૫ ટકા મેરીટ ઉંચુ રહેશે
May 15, 2025 12:36 PMકર્નલ સોફિયા કુરેશી પર વિવાદાસ્પદ નિવેદન બદલ મંત્રી વિજય શાહ વિરુદ્ધ FIR
May 15, 2025 12:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech