રાજયસભામાં સુરક્ષા તપાસ દરમિયાન કોંગ્રેસના સાંસદની બેઠક પરથી ચલણી નોટોના બંડલો મળી આવતા હોબાળો થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે સુરક્ષા તપાસ દરમિયાન સીટ નંબર ૨૨૨ પર નોટોના બંડલો મળી આવ્યા હતા. આ ઘટનાને લઈને આજે રાયસભામાં હોબાળો થયો છે. મળતી માહિતી મુજબ રાયસભા સીટ નંબર ૨૨૨ યાંથી રોકડ મળી આવી છે તે કોંગ્રેસના રાયસભા સાંસદ અભિષેક મનુ સિંઘવીની છે. રાયસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું કે આ સમગ્ર મામલાની તપાસ નિયમો અનુસાર કરવામાં આવશે. આ સમગ્ર મામલે અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે તેમને ખબર નથી કે મામલો શું છે. તેણે કહ્યું– હુંમાત્ર ૫૦૦ પિયા લઈને ગયો હતો.
આજે ગૃહની કાર્યવાહી શઉ થતાંની સાથે જ રાજ યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું, હું સભ્યોને જાણ કંરૂ છું કે ગઈકાલે ગૃહ સ્થગિત કર્યા પછી નિયમિત તપાસ દરમિયાન સુરક્ષા અધિકારીઓએ સીટ નંબર ૨૨૨ પરથી ચલણી નોટોનું બંડલ જ મળ્યું, જે હાલમાં છે.
અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે હું જયારે પણ રાજયસભામાં જાઉં છું ત્યારે મારી સાથે ૫૦૦ રૂપિયાની નોટ લઈ જઉં છું. મેં તેના વિશે પહેલીવાર સાંભળ્યું. હું ૧૨:૫૭ વાગ્યે ગૃહમાં પહોંચ્યો અને ગૃહ ૧ વાગ્યે પૂર્ણ થયું, પછી હું ૧:૩૦ સુધી કેન્ટીનમાં બેઠો અને પછી સંસદમાંથી બહાર નીકળી ગયો.
આ પહેલા જગદીપ ધનખરે આ મામલે ગૃહને જાણ કરતા જ ગૃહમાં હોબાળો શ થઈ ગયો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે યાં સુધી મામલાની તપાસ ચાલુ ન થાય અને બધું સ્પષ્ટ્ર ન થાય ત્યાં સુધી તમે તેમનું નામ ન લો. ખડગેના આ નિવેદન બાદ સત્તાધારી પાર્ટીના સાંસદોએ હંગામો શ કર્યેા હતો.
બીજેપી અધ્યક્ષ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને ગંભીર મુદ્દો છે. આ ગૃહની ગરિમા પર હત્પમલો છે. મને આશા હતી કે વિરોધ પક્ષના નેતાઓ પણ વિગતવાર તપાસની માંગ કરશે. વિપક્ષે હંમેશા સ્વસ્થ મન અને સ્વસ્થ ભાવના સાથે આગળ આવવું જોઈએ. બંને પક્ષોએ આની નિંદા કરવી જોઈએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂંછમાં પાકિસ્તાની ગોળીબારમાં એક વ્યક્તિનું મોત, 3 લોકો ઘાયલ, સેનાએ વળતો પ્રહાર કર્યો
May 09, 2025 08:20 PMરાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે 15 મે સુધી રહેશે બંધ
May 09, 2025 08:19 PMતણાવની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક, 108 એમ્બ્યુલન્સનું સૈન્ય થયું સશક્ત
May 09, 2025 07:41 PMજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMઅમદાવાદથી 20 જેટલી એમ્બયુલેન્સ જામનગર આવી પહોંચી
May 09, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech