આઈપીએલ સટ્ટાખોરી માટે જ રમાતો હોય તેમ આઇપીએલ શરૂ થતા બુકીઓની આઈડીઓ સક્રિય બને છે. અને પંટરો રોજ લાખો રૂપિયાની હારજીત કરતા હોય છે. ગઈકાલે એ ડિવિઝન પોલીસે બેડીનાકા નજીકથી મોબાઈલ ફોનમાં આઈડી મારફતે ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા શખસને ઝડપી લઈ મોબાઈલ કબ્જે કર્યો હતો. શખસની પુછપરછમાં આઈડી આપનારનું નામ કબુલતા પોલીસે તેની પણ શોધખોળ હાથ ધરી છે.
એ-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બેડીનાકા તરફ વિજયકુવરબા બગીચા પાસે યુવક મોબાઈલમાં શંકાસ્પદ પ્રવુતિ કરતો હોવાનું ધ્યાને આવતા પોલીસ સ્ટાફે યુવક પાસે પહોંચી નામ પૂછતાં પોતાનું નામ જીગ્નેશ વિનોદરાય રાડીયા (રહે-બેડીનાકા ટાવર, નકળંગ ચોક, વિનસ એપાર્ટમેન્ટ ફ્લેટ નં-401)હોવાનું જણાવ્યું હતું. પોલીસે મોબાઈલ તપાસતા તેમાં ક્રિકેટ સટ્ટાની આઈડી મળી આવી હતી અને યુવક કોલકત્તા નાઈટ રાઇડર અને મુંબઈ ઇન્ડિયન વચ્ચે રન ફેરનો જુગાર રમતો હોવાનું ખુલતા પોલીસે યુવકની અટકાયત કરી મોબાઈલ ફોન કબજે કર્યો હતો. શખસની પુછપરછમાં આ આઈડી દિવ્યરાજસિંહ કે પરમાર પાસેથી લીધી હોવાની કબૂલાત આપતા પોલીસે બંને સામે ગુનો નોંધી દિવ્યરાજની શોધખોળ હાથ ધરી છે.
વિજય પ્લોટ પાસે વરલીનો જુગાર રમાડતો શખસ ઝબ્બે
એ- ડિવિઝન પોલીસે વિજય પ્લોટ શેરી નં-15ના ખુણે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ભાવેશ ભુપતભાઇ જાદવ (રહે-રામનાથ પરા, જુનિજેલ)ને રોકડ અને વરલીના સાહિત્ય સાથે ઝડપી પાડી ગુનો નોંધ્યો છે.
ડીસીબીએ આઈડી મારફતે જુગાર રમતા શખસને ઝડપ્યા
ડીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાબરીયા રોડ પર આકાશ કેટરર્સની સામે મોબાઈલ આઈડી મારફતે લાઈવ કસીનો અને ક્રિકેટનો જુગાર રમતા આકાશ ભરતભાઈ ધોરડા (રહે-શ્રી,નગર સોસાયટી શેરી નં-7ના ખૂણે સહકાર મેઈન રોડ)ને ઝડપી પાડી મોબાઈલ કબ્જે કરી ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech