રાજકોટના એરપોર્ટ રોડ પર રહેતા વેપારીને શેરબજારમાં રોકાણ પર સારા વળતરની લાલચ આપી તેમની શરૂઆતમાં પ્રોફિટ આપ્યો હતો.બાદમા વેપારીને એમાઉન્ટ વિડ્રો કરવા ટેકસના પૈસા ભરવાનું કહી રૂ.૯૬.૯૬ લાખ મેળવી લઇ પરત ન આપી છેતરપિંડી કરી હતી. જે અંગે વેપારીએ સાયબર ક્રાઈમ પોલીસમાં ત્રણ અલગ-અલગ બેંકના ખાતા ધારકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
એરપોર્ટ રોડ ઉપર રોયલ ઓર્ચિડમાં રહેતાં અને નવાગામમાં અતુલ એન્ટરપ્રાઈઝ નામે ઓટો પાર્ટસનું વેર હાઉસ ચલાવતાં કૃણાલભાઈ જયંતીભાઈ ચાદ્રા (ઉ.વ.૪૦) દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.૨૭-૧૧-૨૦૨૪ના તેના ઈન્સ્ટાગ્રામમાં શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ બાબતેની રીલ્સ જોતાં હતા ત્યારે તેમાં એકસ-ટી-બી ગ્લોબર્સ લી. નામની ઈન્વેસ્ટમેન્ટ નામની કંપનીની જાહેરાત જોઈ તેમાં આપેલી લીન્ક પર કલીક કરતાં એક વેબસાઈટ ખુલી ગઈ હતી.બાદમાં અજાણ્યા નંબર પરથી અજાણ્યા શખ્સે તેને વેબસાઈટમાં રજીસ્ટ્રેશન કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ વેબસાઈટ પર સામાવાળા વ્યક્તિ દ્વારા જણાવાયા મુજબ માહિતી કે જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ઈ-મેઈલ વગેરેની માહિતી અપલોડ કરી રજીસ્ટ્રેશન કર્યું હતું. આ સમયે અજાણ્યા શખ્સે આ વેબસાઈટ પર ઈન્વેસ્ટમેન્ટ કરવાનું કહેતાં તેણે શરૂઆતમાં રૂા.૨૦ હજારથી શરૂઆત કરી હતી.
વેબસાઈટ પર વન ટાઈમ સીનની એક દરરોજ નોટીફિકેશન આપવામાં આવતી હતી તેમજ ઈન્ટ્રા-ડે ટ્રેડિંગની ટીપ્સ આપવામાં આવતી હતી. થોડા સમય ટ્રેડિંગ કર્યા બાદ વેબસાઈટ પરના એકાઉન્ટમાં સારો પ્રોફિટ થતાં ૩ હજાર વિડ્રો કર્યા હતા. તે નાણાં તેને એકાઉન્ટમાં જમા થઈ ગયા હતા. પરંતુ મોટી એમાઉન્ટ વિડ્રો કરતાં આરબીઆઈના રૂલ્સ મુજબ તમારે પહેલા તે એમાઉન્ટનો ટેક્ષ ભરવો પડશે તેમ જણાવાયું હતું. જેથી તેઓના જણાવ્યા મુજબ તેણે ટેક્ષના રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ તે અજાણયા શખસો દ્વારા બીજા અન્ય અલગ-અલગ ચાર્જ નાણા વિડ્રો કરવા પડશે તેમ જણાવતા તેને અલગ-અલગ સમયે રૂ.૯૬.૯૬ જમા કરાવ્યા હતા. પરંતુ અજાણ્યા શખસોએ અલગ-અલગ બહાના બતાવી રૂપિયા પરત નહીં આપતાં અને વધુ નાણાની માંગણી કરતાં હોય આ મામલે સાયબર હેલ્પલાઈન નંબરમાં કોલ કરી જાણ કરી હતી.બાદમાં આ મામલે સાયબર ક્રાઈમ પોલિસમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ બી.બી.જાડેજા અને સ્ટાફે તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech