આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુક્ત કામગીરી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારના નિયમ મુજબ શાળા અને કોલેજની આજુબાજુના વિસ્તારમાં તમાકુનું વેચાણ કરવા પર પ્રતિબંધ હોય, આ સંદર્ભે આવી ચીજ વસ્તુઓનું વેચાણ કરતા આસામીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે સ્કવોડ બનાવીને ખંભાળિયા વિસ્તારમાં સધન ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ખંભાળિયાના જુદા જુદા સ્થળોએથી વિવિધ નિયમોનો ભંગ કરવા બદલ 16 આસામીઓને સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં રૂપિયા 3,200 નો દંડ વસૂલ કરીને શૈક્ષણિક સંકુલ નજીક વેચાતા સિગરેટ, તમાકુ તેમજ તમાકુની જુદી જુદી બનાવટોનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.
આટલું જ નહીં, આવા આસામીઓને કાયદાના અમલીકરણ અંગેની સમજૂતી આપી અને ભવિષ્યમાં આવી બેદરકારી ફરીથી દાખવવામાં ન આવે તે માટે સૂચના પણ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એ.એન. તિવારી, ટોબેકો સેલના કૈલાશ ચૌહાણ, સેનેટરી ઈન્સ્પેક્ટર મયુર ગાગલિયા અને પોલીસ કોન્સ્ટેબલ લીલાભાઈ જાદવની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
આગામી દિવસોમાં પણ તંત્ર દ્વારા આવા ગુનાઓને અનુલક્ષીને વેપારીઓ તેમજ જવાબદારો સામે કડક હાથે કાર્યવાહી કરીને કાયદાની જોગવાઈ મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા વધુમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર LCB પોલીસે ક્રિકેટનો સટ્ટો રમતા ત્રણ શખ્સો સામે કરી કાર્યવાહી
May 08, 2025 10:31 AMજામનગરમાં સગીરા સાથે મંદિરમાં લગ્ન કરીને અનેક વખત દુષ્કર્મ આચરનાર આરોપીને દસ વર્ષની સજા
May 08, 2025 10:24 AMમસ્કની સ્ટારલિંકને ભારતમાં સેટેલાઇટ ઈન્ટરનેટ લોન્ચ કરવાની મંજૂરી અપાઈ
May 08, 2025 10:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech