ચોરીના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, જસદણના વીરનગરમાં રહેતા સાહિલ પરસોત્તમભાઈ રાદડિયા (ઉ.વ 21) દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને ગ્રીનલેન્ડ ચોકડી પાસે ભવાની રોડવેઝની પાછળ શિવશક્તિ નામનું પ્લેટીંગનું કારખાનું આવેલું છે જ્યાં તે તથા તેમના મોટાભાઈ જયેશભાઈ છેલ્લા ત્રણેક મહિનાથી વેપાર કરે છે. કારખાનામાં ઇમિટેશન જ્વેલરી પર ગોલ્ડ પ્લેટિંગ ચડાવવાનું કામ થાય છે કારખાનામાં કુલ છ પરપ્રાંતીય શ્રમિકો કામ કરે છે.
ગઈ તા. 2/4 ના રાબેતા મુજબ કારખાનું બંધ કરી ઘરે જતા રહ્યા હતા. બીજા દિવસે સવારે નવેક વાગ્યા આસપાસ ફરિયાદી કારખાને આવી જોતા કારખાનાના ડેલો ખુલ્લો હતો અંદર જઈ જોતા ડેલાનો નકુચો વળેલી હાલતમાં હતો તેમજ કારખાનામાં જોતા કેમિકલ ટેન્કમાં કોપરની પ્લેટ જોવામાં આવી ન હતી. જેથી તેમણે તુરંત આ બાબતે મોટાભાઈને જાણ કરી હતી. ત્યારબાદ કારખાનામાં તપાસ કરતા કુલ 36 કોપર પ્લેટ એક પ્લેટનું વજન સાત કિલો હોય તે ચોરી થઈ ગયા અને માલુમ પડ્યું હતું. આમ કોઈ અજાણ્યા શખસોએ રાત્રિના કારખાનામાં આવી ડેલાને ધક્કો મારી નકુચો વાળી અહીંથી રૂપિયા 1.26 લાખની કિંમતની 36 કોપર પ્લેટ ચોરી કરી ગયા અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા કાળા કલરના એકટીવામાં ત્રણ શંકાસ્પદ શખસો અહીં આંટાફેરા કરતા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે આ ફૂટેજના આધારે ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'બોર્ડર 2'માં સોનુ નિગમ અને અરિજિત સિંહ સાથે ગાશે 'સંદેશે આતે હૈં'
May 09, 2025 12:22 PMપરિસ્થિતિને ઘ્યાનમાં લઇને જી.જી. હોસ્પિટલમાં ૧૦૦ બેડની વ્યવસ્થા
May 09, 2025 12:21 PMજુનિયર કલાકારનું મોત થયું ત્યારે કોઈ શુટિંગ હતું જ નહી
May 09, 2025 12:20 PMકંગનાની નસીબ ચમક્યું , હોલીવુડની ફિલ્મમાં સેલેબ્સ સાથે સ્ક્રીન શેર કરશે
May 09, 2025 12:19 PMસુપરસ્ટાર બનવા માટે ટિકિટ કાઉન્ટર પર કામ કર્યું, ફિલ્મફેર ટ્રોફી વેચી મારી
May 09, 2025 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech