યુકેના વિઝા એપ્લિકેશનમાં 40 ટકાનો જે ધરખમ ઘટાડો થયો છે તેમાં સૌથી વધુ ઘટાડો હેલ્થ એન્ડ કેર વર્કર્સની અરજીમાં થયો છે. અગાઉ યુકે માટે જેટલી પણ વિઝા એપ્લિકેશન થતી હતી તેમાંથી મોટા ભાગની હેલ્થ કેર વર્કર્સ માટેની રહેતી હતી. એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન હેલ્થ એન્ડ કેર વર્કર વિઝા માટે 1.29 લાખ વિઝા એપ્લિકેશન થઈ હતી પરંતુ આ વર્ષે તેમાં 80 ટકાનો નાટ્યાત્મક ઘટાડો થયો છે.
લીગલ ઈમિગ્રેશન પર નિયંત્રણ મૂકવા માટે યુકે દ્વારા તેના વિઝા નિયમો કડક બનાવવામાં આવ્યા હતા જેના કારણે યુકેની વિઝા એપ્લિકેશન્સમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. યુકે હોમ ઓફિસના ડેટા પ્રમાણે ગત વર્ષની તુલનામાં આ વર્ષે વિઝા એપ્લિકેશનમાં એક તૃત્યાંશ જેટલો ઘટાડો થયો છે. એપ્રિલ 2024થી માર્ચ 2025 દરમિયાન 7,72,000 વિઝા એપ્લિકેશન થઈ હતી, જે એક વર્ષ અગાઉ આ જ સમયગાળા દરમિયાન થયેલી 1.24 મિલિયન એપ્લિકેશન કરતાં 40 ટકા ઓછી છે. આ તીવ્ર ઘટાડો નિયમોમાં કરવામાં આવેલા ફેરફારો અને એલિજિબિલિટી માપદંડોને વધારે ચુસ્ત બનાવવાના કારણે થયો છે. સખ્ત નિયમોના કારણે ઈન્ડિયન સ્ટુડન્ટ્સ અને વર્કર્સ પણ યુકે જવાનું ટાળી રહ્યા છે.
યુકેના વિઝા એપ્લિકેશનમાં 40 ટકાનો જે ધરખમ ઘટાડો થયો છે તેમાં સૌથી વધુ ઘટાડો હેલ્થ એન્ડ કેર વર્કર્સની અરજીમાં થયો છે. અગાઉ યુકે માટે જેટલી પણ વિઝા એપ્લિકેશન થતી હતી તેમાંથી મોટા ભાગની હેલ્થ કેર વર્કર્સ માટેની રહેતી હતી. એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન હેલ્થ એન્ડ કેર વર્કર વિઝા માટે 1.29 લાખ વિઝા એપ્લિકેશન થઈ હતી પરંતુ આ વર્ષે તેમાં 80 ટકાનો નાટ્યાત્મક ઘટાડો થયો છે અને ફક્ત 26,600 એપ્લિકેશન જ મળી છે. આ ઉપરાંત તેમના ડિપેન્ડન્ટ્સની વિઝા એપ્લિકેશનમાં 76 ટકાનો જંગી ઘટાડો થયો છે જે 2.29 લાખથી ઘટીને 54,100 થઈ ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMઅમદાવાદથી 20 જેટલી એમ્બયુલેન્સ જામનગર આવી પહોંચી
May 09, 2025 06:56 PMસિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને મોટો ઝટકો, વિશ્વ બેંકે કહ્યું કે અમે કંઈ ન કરી શકીએ
May 09, 2025 06:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech