સમાજના નબળા અને વંચિત જૂથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2025- 26 માં ધોરણ 1 માં વિનામૂલ્ય પ્રવેશ આપવા માટેની રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઇ) અંતર્ગત અરજીઓ સ્વીકારવાની કામગીરી તારીખ 16 ફેબ્રુઆરીએ પૂરી થઈ ગઈ છે. પરંતુ સરકારે આવક મર્યાદાના વર્તમાન ધોરણોમાં ફેરફાર કરતાં હવે આ અંગેની કવાયત નવેસરથી હાથ ધરવામાં આવી છે.
ગુજરાત સરકારના નાયબ શિક્ષણ નિયામક એમ એન. પટેલ દ્વારા આ સંદર્ભે રાજ્યભરના તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ અને જિલ્લા શિક્ષણ અધિકારીઓને પરિપત્ર પાઠવીને જણાવ્યું છે કે તારીખ 28 થી 16 ફેબ્રુઆરી દરમિયાન પ્રવેશ માટેની ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ સરકારે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં વાર્ષિક આવકના ધોરણ રુ. 1.20 લાખ અને 1.50 લાખ નક્કી કર્યા હતા. તેમાં સુધારો કરીને હવે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં વાર્ષિક રૂપિયા 6 લાખ નક્કી કરેલ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વાલીઓ પોતાના સંતાનોને આરટીઇ માં પ્રવેશ માટે વેબસાઈટ પર તારીખ 15 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકશે અન્ય કેટેગરીના તથા અગાઉ કોઈ કારણસર અરજી ન કરી શકનાર અરજદારો પણ આ સમયગાળા દરમિયાન અરજી કરી શકે છે.
અરજીઓ મંગાવવાની કાર્યવાહી નવેસરથી હાથ ધરવામાં આવતા હવે પ્રવેશ માટેની અન્ય પ્રક્રિયામાં ઉતાવળ કરવી પડે તેમ છે. આ બાબતને ધ્યાનમાં રાખી નાયબ શિક્ષણ નિયામકે તમામ પ્રાથમિક અને જિલ્લા શિક્ષણ અધિકારીઓને તથા શિક્ષણ સમિતિના શાસનાધિકારીઓને જણાવ્યું છે કે તારીખ 15 એપ્રિલના મુદત પૂરી થયા બાદ બીજા જ દિવસે એટલે કે તારીખ 16 એપ્રિલને બુધવારના રોજ મળેલી અરજીઓમાંથી આધારોની ચકાસણી કરી માન્ય અથવા તો અમાન્યનો નિર્ણય બીજા જ દિવસે લઈ લેવાનો રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech