અમદાવાદના એસજી હાઇવે પર આવેલું જાણિતું ઇસ્કોન મંદિર વિવાદમાં આવ્યું છે. એક પિતાએ પોતાની છ મહિનાથી લાપત્તા પુત્રીની ભાળ મેળવવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં પિતાએ આક્ષેપ કર્યો છે કે, મંદિરના પૂજારીએ મારી દીકરીનું બ્રેઇન વોશ કરી નાખ્યું છે અને રોજ ડ્રગ્સ આપે છે. અરજી કરનાર પિતા એક નિવૃત્ત આર્મીમેન છે. હાઇકોર્ટે કેસની ગંભીરતા ધ્યાને લઈ લાપતા યુવતીને અદાલત સમક્ષ હાજર કરવા નિર્દેશ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી 9મી જાન્યુઆરીએ રાખી છે.
પુત્રી ઘરેથી 23 તોલા સોનુ લઈ ગઈ
પિતાએ અરજીમાં વધુમાં જણાવ્યું છે કે, મારી દીકરી નિયમિત ઇસ્કોન મંદિર દર્શન અને પૂજા માટે જતી હતી. આથી તે ઇસ્કોન મંદિરના પૂજારીના સંપર્કમાં આવી હતી. ઇસ્કોન મંદિરના પૂજારીએ મારી પુત્રીનું સંપૂર્ણપણે બ્રેનવોશ કરી દીધું હતું અને તેઓના પ્રભાવમાં લઈ લીધી હતી. જેને પગલે ગત 27 જૂન 2024ના રોજ મારી પુત્રી ઘરેથી 23 તોલા સોનુ અને રૂ.3.62 લાખ રોકડા લઈ મંદિરના એક પૂજારી સાથે ભાગી ગઇ હતી. મારી પુત્રીને નિયમિત રીતે ડ્રગ્સ અને ગાંજો અપાય છે
સરકાર અને અમદાવાદ પોલીસ કમિશનરને નોટિસ
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સંગીતા વિશેન અને જસ્ટિસ સંજીવ ઠાકરની ખંડપીઠે રાજ્ય સરકાર, શહેર પોલીસ કમિશનર, મેઘાણીનગર પોલીસ મથકના પીઆઇ, ઇસ્કોન સાથે સંકળાયેલા નીલેશ નરસૈંયાદ દેશવાની, સુંદર મામા પ્રભુ, મુરલી મનોહર પ્રભુ, નારદમુની મુરલી મનોહર પ્રભુ, અંકિતા સિંધી, હરિશંકરદારસ મહારાજ, અક્ષયતિથિ કુમારી, મોહિત પ્રભુજી મહારાજ અને કોર્પસ વિરુદ્ધ કારણદર્શક નોટિસ મોકલી છે.
પોલીસે ગંભીરતા ન લીધાનો આક્ષેપ
પિતાએ અરજીમાં વધુમાં આક્ષેપો કર્યા છે કે, મારી પુત્રી મંદિરના પૂજારીઓની ગેરકાયદે કસ્ટડી અને કેદમાં જ છે. જેના કારણે તેના જીવ પર જોખમ છે. આ સમગ્ર મામલે અરજદાર પિતાએ મેઘાણીનગર પોલીસથી લઇ સોલા પોલીસમથક, શહેર પોલીસ કમિશનર સહિત સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ વારંવાર રજૂઆત અને અરજ કરી હોવા છતાં પોલીસ દ્વારા પણ તેમની પુત્રીને શોધવાના કોઈ ગંભીર પ્રયાસો કરાયા નથી, જેના કારણે આટલા મહિનાઓ બાદ પણ તેમની પુત્રીની ભાળ સુદ્ધાં મળી નથી.
મથુરાના એક શિષ્ય સાથે પુત્રીને ભગાડી દેવાઈ
પિતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, મંદિરના પૂજારી સુંદર મામાએ તેમના એક શિષ્ય સાથે અરજદારની પુત્રીને પરણાવી દેવા હુકમ પણ કર્યો હતો. જો કે, અરજદારે ના પાડી હતી કે, તેઓએ તેમના સમાજમાં તેમની દીકરીને પરણાવવાની હોય છે. એ પછી તેમને ધમકીઓ મળી હતી અને આખરે મથુરાના એક શિષ્ય સાથે તેમની પુત્રીને ભગાડી દેવાઇ હતી.
પૂજારીઓ કહેતા કે, તેઓ કૃષ્ણ સ્વરૂપ છે અને 600 યુવતીઓ ગોપી
અરજદાર પિતાએ એવા પણ આક્ષેપ કર્યા કે, ઇસ્કોન મંદિરમાં યુવતીઓનું બ્રેઇન વોશ કરાઇ છે અને ધર્મના નામે આડંબર ચાલી રહ્યો છે. સુંદર મામા સહિતના પૂજારીઓ મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓનું એટલી હદે બ્રેઇન વોશ કરે છે કે, માતા-પિતા કરતાં પણ ગુરુ મહત્ત્વના છે અને મંદિરમાં રહેતી 600 યુવતીઓ ગોપી છે અને તેઓ કૃષ્ણ સ્વરૂપે છે તેવું માનવા મજબૂર કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech