રાજકોટ એઇમ્સમાં જુનિયર નસગ ઓફિસર તરીકે ફરજ બજાવતી અને નાગેશ્વરમાં રહેતી ૩૨ વર્ષીય યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે એઇમ્સમાં ખસેડવામાં આવી છે. હાલ તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બનાવના પગલે ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી. નસગ કર્મીના આપઘાતના પ્રયાસ પાછળના કારણમાં સિનિયર નસગ ઓફિસરની હેરાનગતિ અને સતત ટોર્ચર કરવામાં આવી રહ્યાના આક્ષેપ થતા ચકચાર જાગી છે. સમગ્ર બનાવને સંકેલવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યાનું પણ જાણવા મળ્યું છે.
પ્રા વિગત મુજબ મૂળ જોધપુર સિટીની અને હાલ જામનગર રોડ પર નાગેશ્વરમાં મકાન ભાડે રાખીને રહેતી હિતેષી બોરાણા (ઉ.વ.૩૨) નામની જુનિયર નસગ ઓફિસરે ગઈકાલે પોતાના ઘરે હતી ત્યારે પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પોતે પગલું ભરવા જઈ રહી હોવાની જાણ ગાંધીનગર રહેતા પુષ મિત્રને કરી હતી આથી યુવક પાસે બાજુમાં રહેતા પરિચિતના નંબર હોવાથી તેને ફોન કરી જાણ કરી ઘરે જવા કહ્યું હતું. પરિચિત ઘરે પહોંચતા દરવાજો બધં હોવાથી તોડીને અંદર જોતા યુવતી લટકતી હતી આથી તાકીદે સારવાર માટે એઇમ્સમાં ખસેડવામાં આવી હતી. બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસને કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી મુજબ યુવતિને ગાંધીનગર રહેતા યુવક સાથે મિત્રતા હોઈ તે પણ એઇમ્સ હોસ્પિટલ ખાતે આવી ગયો હતો આથી તેની સાથે કોઈ બાબતે ફોનમાં ઝગડો થયો હતો કે પછી બે દિવસ પૂર્વે સિનિયર નસગ ઓફિસર સાથે બબાલ થતા મેટ્રનને સિનિયર ઓફિસરો માનસિક ત્રાસ આપી ટોર્ચર લર્તા હોવાની અરજી આપી હતી.
આ બાબતે ગઈકાલે નસિગ કર્મીને ખુલાસા માટે બોલાવવામાં આવી હતી પરંતુ ઓફ હોવાથી પહોંચી નહતી. આ પૂર્વે જ તેને પગલું ભરી લેતા અનેક ચર્ચા જાગી છે. પોલીસે તપાસ યથાવત રાખી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર LCB પોલીસે ક્રિકેટનો સટ્ટો રમતા ત્રણ શખ્સો સામે કરી કાર્યવાહી
May 08, 2025 10:31 AMજામનગરમાં સગીરા સાથે મંદિરમાં લગ્ન કરીને અનેક વખત દુષ્કર્મ આચરનાર આરોપીને દસ વર્ષની સજા
May 08, 2025 10:24 AMમસ્કની સ્ટારલિંકને ભારતમાં સેટેલાઇટ ઈન્ટરનેટ લોન્ચ કરવાની મંજૂરી અપાઈ
May 08, 2025 10:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech