રાજકોટ એસ.ટી.બસપોર્ટમાં એક મહિલા મુસાફરને પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સ બોલાવાઇ હતી. બસ પોર્ટમાં કોઇ જ મેડિકલ સુવિધા ન હતી, તુરંત 108 એમ્બ્યુલન્સ બોલાવાઇ હતી અને 108 આવે ત્યાં સુધી અન્ય મહિલા મુસાફરો ફરતે ચાદર રાખી ઉભી રહી હતી. મહિલા મુસાફરને નોર્મલ પ્રસૂતિ થઇ હતી અને પુત્રને જન્મ આપ્યો હતો.
વિશેષમાં રાજકોટ એસટી બસ પોર્ટના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આદિવાસી સગભર્િ મહિલા મુસાફર જે લોધિકા તાલુકામાં ખેતી કામ કરતા હોય તે પોતાના વતન છોટાઉદેપુર તરફ જતા હતા ત્યારે એસ.ટી બસપોર્ટના દરવાજાથી પ્લેટફોર્મ તરફ જતા હતા ત્યારે પ્લેટફોર્મ નં.2 ઉપર તેણીને એકાએક પેટમાં દુ:ખાવો ઉપાડતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરાઇ હતી, દરમિયાન એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી આ મહિલા મુસાફરને ફરજ એસટી બસપોર્ટ ઉપર કોન્ટ્રાક્ટ બેઝથી કામ કરતા મહિલા કામદારોએ ચાદરો મંગાવી કામચલાઉ પ્રસુતા ગૃહ ઊભું કરી નાખ્યું હતું ત્યાં સુધીમાં તો બાજુમાં જ રહેલી રાજકોટ મહાપાલિકા કચેરીમાંથી 108 એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હતી અને સફળતા પૂર્વક મહિલાને પ્રસુતિ કરાવી હતી. ફરજ પરના ઇન્ચાર્જ સ્ટેન્ડ ઇન્ચાર્જ સગભર્િ મહિલા ને કે તેના બાળકને ભીડમાં કોઈ હાનિ ન પહોંચે એટલા માટે તે સમયે ઉપસ્થિત ગુજરાત એસટી બસ મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા તથા એસટી કર્મચારીઓએ વિસ્તારને કોર્ડન કર્યો હતો. નોર્મલ પ્રસુતિ થયા બાદ પ્રસૂતા અને નવજાત શિશુને જનાના હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા બાળક અને મહિલાની તબિયત એકદમ સ્વસ્થ હતી. આ મહિલાએ પુત્રને જન્મ આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર LCB પોલીસે ક્રિકેટનો સટ્ટો રમતા ત્રણ શખ્સો સામે કરી કાર્યવાહી
May 08, 2025 10:31 AMજામનગરમાં સગીરા સાથે મંદિરમાં લગ્ન કરીને અનેક વખત દુષ્કર્મ આચરનાર આરોપીને દસ વર્ષની સજા
May 08, 2025 10:24 AMમસ્કની સ્ટારલિંકને ભારતમાં સેટેલાઇટ ઈન્ટરનેટ લોન્ચ કરવાની મંજૂરી અપાઈ
May 08, 2025 10:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech