પોરબંદરને પીવાનું પાણી પૂરુ પાડતા ખંભાળા ડેમમાં ગેરકાયદેસર માચ્છીમારી કરી રહેલા શખ્શોને અટકાવવા ગયેલા વનવિભાગના કર્મચારી સાથે ઝપાઝપી કરી ત્યારબાદ આરોપીની વાડીએ તપાસમાં ગયેલા વનવિભાગના કર્મચારીઓની ફરજમાં કાવટ કરવામાં આવતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
મૂળ જામજોધપુરના ઇશ્ર્વરીયા ગામે તથા હાલ રાણાવાવની ફોરેસ્ટ કોલોનીમાં રહેતા અને રાણાવાવ રેન્જમાં આવેલી સાત વીરડા રાઉન્ડમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા લખમણ ડાડુભાઇ બડીયાવદરા નામના ૩૬ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે વનવિભાગમાં સ્ટાફની ઘટ હોવાથી ચારેક મહિનાથી કરવલ બીટનો ચાર્જ પણ તેમને સોંપવામાં આવ્યો છે તા. ૩-૫ના ફરિયાદી લખમણ તથા ફોરેસ્ટર અરસીભાઇ જગમાલભાઇ ભાટુ બંને જણા સરકારી બાઇકમાં રાણાવાવ વનવિભાગ હેઠળ આવતા સાત વીરડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખંભાળા ડેમના કાંઠે આવ્યા ત્યારે ડેમમા બોટ દ્વારા માચ્છીમારીની હરકત થતી દેખાતા તેઓ વોચમાં ઉભા રહી ગયા હતા અને સવારે સાડા પાંચેક વાગ્યે એ બોટ ડેમના કાંઠે આવતા ત્યાં જઇને તપાસ કરતા તેમાં ચાર ઇસમો હતા તે પૈકી બે નાસી ગયા હતા અને બેને પકડી લીધા હતા.તથા બોટની અંદર તપાસ કરતા ખંભાળા ડેમમાંથી તેમણે માચ્છીમારી કરી હોય તેવા માછલાના બાચકા મળ્યા હતા. આથી માછીમારી કરવા અંગે તેઓ પાસે પરવાનો માંગતા બે શખ્શો પૈકી એકનું નામ જિજ્ઞેશ ઉર્ફે જીગો નવઘણ મકવાણા અને બીજો સીકંદર રામવુક્ષ સહની હોવાનું જણાવ્યુ હતુ જેમાં જિજ્ઞેશ નવઘણ મકવાણાએ વનવિભાગના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી તેમને ધકકો મારી નાસી ગયા હતો.
ત્યારબાદ ફરીયાદીએ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ વનવિભાગની કચેરીમાં જિજ્ઞેશ ઉર્ફે જીગો નવઘણ મકવાણા, સીકંદર રામવુક્ષ સહની, અશરફશાહ ફિરોઝશાહ રફાઇ અને ચોથા અજાણ્યા માણસ વિધ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની જુદી જુદી કલમ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ત્યારબાદ રેન્જ ફોરેસ્ટના અન્ય સ્ટાફ રાજુભાઇ બચુભાઇ કારેણા, દેવાભાઇ બી. ઓડેદરા, રેખાબેન વી. રાતીયા, એસ.એસ.માળીયા પી.જે. માળીયાને બોલાવીને તમામ સ્ટાફ સાથે ખંભાળાના જિજ્ઞેશ નવઘણ મકવાણાની વાડીએ જિજ્ઞેશની તપાસ કરવા માટે ગયા હતા.
વાડીએ વનવિભાગની ટીમ તપાસ માટે પહોંચી ત્યારે ખંભાળાના હીરા દેવા મકવાણા, માણેક હીરા મકવાણા, માનસીંગ હીરા મકવાણા તથા રણમલ માણેક મકવાણા એમ ચારેય શખ્શો લાકડી તથા ધોકા લઇને આવી પહોંચ્યા હતા અને વનવિભાગના અધિકારીઓને ગાળો દઇને ‘તમે કેમ અમારી વાડીમાં આવ્યા છો? તમે અમોને માચ્છીમારી કરવા દેતા નથી.’ તેમ કહીને ગાળો દઇને ગેરવર્તન કરતા હતા. તેવામાં માનસીંગ હીરા મકવાણાએ લાકડી ઉપાડીને લખમણભાઇ ઉપર વાર કરવાની કોશિશ કરતા તેમણે બચાવ કરી લીધો હતો. એ દરમ્યાન અન્ય સ્ટાફ વચ્ચે પડયો હતો જેથી અન્ય કોઇ મોટો બનાવ બને નહી તેથી વાડીએથી નીકળી ગયા હતા ત્યારે તેઓએ ધમકી આપી હતી કે, ‘અમારી વાડીએ આવ્યા કે રસ્તેથી નીકળ્યા તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી.’ આથી વનવિભાગની ટીમે ઓફિસે આવીને ઉપરી અધિકારી સાથે વાત કરતા કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના અપાઇ હતી તેથી અંતે રાણાવાવ પોલીસમથક ખાતે આવીને ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે જેમાં જિજ્ઞેશ ઝપાઝપી કરીને નાશી ગયાનો ગુન્હો તથા તેની સાથોસાથ તેના પરિવારના સભ્યો હીરા દેવા મકવાણા, માણેક હીરા મકવાણા, માનસીંગ હીરા મકવાણા અને રણમલ માણેક મકવાણાએ લાકડીઓ અને લાકડા લઇને વાડીમાં પ્રવેશ કરતા અટકાવીને કાયદેસરની ફરજમાં કાવટ કર્યાનું જણાવતા રાણાવાવ પોલીસે આ બનાવમાં આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાક સુરક્ષિત કરવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન
May 05, 2025 06:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech