પૂર્વ સાંસદ દીનુ સોલંકીએ કલેકટરને મહમદ ગઝની કહેતા હિન્દુ સમાજમાં આક્રોશ
પ્રભાસપાટણ, સોમનાથના હિંદુ સમાજે મુખ્યમંત્રી–ગૃહમંત્રીને આવેદન આપી પૂર્વ સાંસદ સામે કાર્યવાહીની માંગ કરીઆજકાલ પ્રતિનિધિ
પ્રભાસપાટણ
તાજેતરમાં ભાજપના પૂર્વ સાંસદ દીનુભાઈ સોલંકી દ્રારા કોડીનાર ખાતે એક જાહેર સભામાં પોતાના ઉદબોધનમાં ગીર સોમનાથ જિલ્લ ા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સોમનાથ મંદિરના લૂંટારા મહંમદ ગઝની સાથે સરખામણી કરતું વિવાદિત નિવેદન આપતા સનાતન હિન્દુ સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
તાલાલા ખાતે સનાતન હિન્દુ સમાજ દ્રારા આવેદનપત્ર અપાયા બાદ વેરાવળ ખાતે પણ પ્રભાસ પાટણ (સોમનાથ)માં સનાતન હિંદુ સમાજે ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે.
સમિતિ ના પ્રમુખ અને કોળી સમાજ અગ્રણી કાનાભાઈ ગઢીયા, સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ ના પ્રમુખ હેમલ ભટ્ટ, લોહાણા સમાજ પ્રમુખ લાલભાઈ અટારા, વેરાવળ નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ જયદેવ જાની, બાલાભાઈ શામળા સહિત દરેક સમાજના આગેવાનોએ ગીર સોમનાથના જિલ્લ ા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સોમનાથ મંદિરના લૂંટારા મહમદ ગઝની સાથે સરખામણી કરનાર પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.સનાતન હિંદુ સમાજે ડેપ્યુટી કલેકટર મારફતે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આવેદનપત્ર સુપ્રત કયુ છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, મહમદ ગઝનીએ સોમનાથ મંદિર પર હત્પમલા કરી લૂંટ અને નરસંહાર કર્યેા હતો. યારે કલેકટર જાડેજાએ સોમનાથની આસપાસના ગેરકાયદે દબાણો શાંતિપૂર્વક દૂર કરી મંદિરના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
કલેકટર જાડેજાએ જિલ્લ ામાં ગૌચરની જમીન પરના અનધિકૃત દબાણો દૂર કરી કરોડોની કિંમતની જમીન મુકત કરાવી છે. સ્થાનિક રહેવાસીઓના મતે, વર્ષેાથી કોઈ અધિકારીએ આવું સાહસિક પગલું લીધું નથી.
સમાજના પ્રતિનિધિઓએ સ્પષ્ટ્ર કયુ કે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીનો કલેકટર સાથેનો વ્યકિતગત વિવાદ તેમનો અંગત પ્રશ્ન છે. પરંતુ એક કર્તવ્યનિ અધિકારીની મહમદ ગઝની સાથે સરખામણી કરવી એ સનાતન સંસ્કૃતિનું અપમાન છે. સમાજે કલેકટર જાડેજાને સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને પૂર્વ સાંસદ સામે કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech