પતંગ ઉડાવવી, એક પૈડા પર બાઇક ચલાવવી અને હવાઈ ગોળીબાર કરવાને પાકિસ્તાનમાં બિન-ઈસ્લામિક જાહેર કરવામાં આવ્યો છે. લાહોરની દારુલ ઈફ્તા જામિયા નઈમિયાએ પોલીસ વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ આ અંગે ફતવો બહાર પાડ્યો છે. ફતવામાં કુરાન અને હદીસની કેટલીક આયતો ટાંકીને કહેવામાં આવ્યું હતું કે આ ત્રણ કામ કરવું ગુનો છે.
ફતવામાં કહેવાયું હતું કે આ કામ કારણે માનવ જીવન માટે ખતરો ઉભો કરી રહ્યો છે. ઇસ્લામમાં, આવા કોઈપણ કામને હરામ માનવામાં આવે છે, જે માનવ જીવન માટે જોખમ ઉભું કરે છે. આવી પ્રવૃત્તિઓ આત્મહત્યા કરવા સમાન છે. તેથી જ તેમના પર નિયંત્રણો લાદવામાં આવે છે. લાહોર પોલીસના જણાવ્યા અનુસાર, પતંગ ઉડાડવાથી, ખોટી રીતે બાઇક ચલાવવાથી અને હવાઈ ગોળીબારમાં મોટી સંખ્યામાં લોકો માર્યા જાય છે.
લાહોર પોલીસે એક પરિપત્ર જાહેર કર્યો છે. તેમાં ચેતવણી આપવામાં આવી છે કે આ પ્રવૃતિઓમાં સામેલ કોઈપણને સજા કરવામાં આવશે. લાહોરના ડીઆઈજી (ઓપરેશન્સ) ફૈઝલ કામરાને કહ્યું કે હવે કોઈને પણ આવી ખતરનાક ગતિવિધિઓ કરવા દેવામાં આવશે નહીં.
અહેવાલ મુજબ આ મામલામાં સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક વ્હીલ પર બાઇક ચલાવવા બદલ 151 અને હવામાં ફાયરિંગ કરવા બદલ 118 લોકો ઝડપાયા હતા. તેમજ 150 પતંગબાજીના કેસ નોંધાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech