જામનગર માર્કેટીંગ યાર્ડમાં ગઇકાલે લસણના ભાવમાં ભારે કડાકો બોલ્યો હતો અને ૨૦ કિલો લસણના રૂ.૧૫૫૦ બોલાયા હતાં, એક જ દિવસમાં ૯૨૭૫ મણ મગફળી આવી હતી જયારે અજમા ૪૬૫૫ અને મરચાનો ભાવ રૂ.૩૦૫૦ બોલાયો હતો.
માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે ૯૮૨ ખેડુતોની ૧૨૫૩૬ જણસ આવી હતી, જેમાં ઘઉં ૧૩૦ મણ, ચણા ૨૪૫, મગફળી ૯૨૭૫, એરંડા ૧૧૫, તલ ૨૪૮, રાય ૧૯૦, લસણની ૧૦૮૯, કપાસ ૪૩૫૮, જીરૂ રૂ. ૧૨૫૭, સુકી ડુંગળી ૫૭૧૦, મરચાની ૭૧૧ મણની આવક થઇ હતી જયારે હરરાજીમાં ઘઉંના ભાવ રૂ.૫૫૦ થી ૬૬૦ બોલાયા હતાં. .૧૪૦૦, અડદ રૂ.૯૦૦ થી ૧૨૬૦, તુવેર ૧૧૦૦ થી ૧૨૪૦, ચણાના રૂ.૯૮૦ થી ૧૧૫૩, એરંડા રૂ.૧૧૦૦ થી ૧૨૧૫, રાય રૂ.૧૦૨૫ થી ૧૨૭૦, લસણ રૂ.૫૦૦ થી ૫૨૫, કપાસ રૂ.૧૦૦૦ થી ૧૪૯૫, જીરૂ રૂ.૩૬૫૦ થી ૩૮૭૫, સુકી ડુંગળી રૂ.૧૨૦ થી ૪૮૦, મરચા રૂ.૫૩૫ થી ૩૦૫૦, વટાણા રૂ.૨૫૦૦ થી ૨૫૫૦ના ભાવ બોલાયા હતાં જયારે ગઇકાલે ધાણા, સોયાબીન, કાળા તલ અને ગુવારની કોઇ આવક થઇ ન હતી.