ભરૂચના અંકલેશ્વર પાસે અર્ટિગા કારને અકસ્માત નડ્યો. બાકરોલ બ્રિજ પાસે અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. આ દુર્ઘટના મુંબઇ જતા નેશનલ હાઈવે 48 પર થઇ હતી. વહેલી સવારે અજમેરથી પરત ફરતાં પરિવારને અકસ્માત નડ્યો હતો. કાર ટ્રક સાથે ધડાકાભેર ભટકાઈ હતી. કારમાં 7 લોકો હતા જેમાંથી 3ના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી છે. ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ, ક્રેન અને ફાયર વિભાગની મદદથી રેસ્ક્યુ કરી તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા છે.
મૃતકોના નામ
અજમેરમાં ઉર્સની ઉજવણી કરી પરિવાર પરત જતો હતો
મુંબઈના પાલઘરનો પરિવાર અજમેરમાં ઉર્સની ઉજવણી માટે 6 જાન્યુઆરીના રોજ ગયો હતો. ત્યાંથી ઉર્સની ઉજવણી બાદ પરિવાર મુંબઈ જવા પરત ફર્યો હતો. ત્યારે અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે આ પરિવારની અર્ટિગા કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા કાર આગળ જતા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જેમાં અર્ટિગા કાર સેન્ડવિચ થઈ ગઈ હતી અને પરિવારના 7 સભ્યોમાંથી 3ના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તોને ભરૂચની સિવિલ હોસ્પિટલથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાની તપાસમાં પાનોલી પોલીસ ચલાવી રહી છે.
ઇજાગ્રસ્તો ભરૂચ સિવિલમાં સારવાર હેઠળપ્રાપ્ત માહિતી મુજબ, અર્ટિગા કારે કાબૂ ગુમાવતા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી, જેના કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અર્ટિગા કારનો બુકડો બોલી ગયો હતો. ઈજાગ્રસ્ત 4 લોકોને ભરૂચ સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech