26 કર્મચારીઓ કાયમી પ્રકારની તેમજ વર્ષમાં 240 દિવસથી વધારે સમય ફરજ બજાવે છે...
દ્વારકા નગરપાલિકાના ર૬ કામદારોની તરફેણમાં કાયમી કરવાનો ગુજરાત હાઈકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. દ્વારકા નગરપાલીકામાં ર૬ કર્મચારીઓ અલગ અલગ હોદ્દા ઉપર વર્ષોથી કાયમી પ્રકારની ફરજ બજાવે છે, અને દરેક વર્ષમાં ર૪૦ દિવસ કરતા વધુ સમય ફરજ બજાવી હતી.
આમ છતાં આ કામદારોને કાયમી કરવામાં આવતા ન હતાં અને કાયમીના અન્ય લાભોથી વંચિત રખાતા આવા કામદારોએ ઔદ્યોગિક ન્યાય મંચ જામનગર સમક્ષ તેમના યુનિયન મજદુર સંઘ મારફત કાયમી કરવા માટે વિવાદ ઉપસ્થિત થતા રજૂઆત કરી હતી. જેમાં રજૂઆતો સાંભળ્યા પછી જામનગરના ઔદ્યોગિક ન્યાય પંચએ વર્ગ-૪ માં કાયમી કામદાર તરીકે રાખવા સંસ્થાને વર્ષ ર૦૧૭ માં આદેશ કર્યો હતો.
આ ચૂકાદાને દ્વારકા નગરપાલિકા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેમાં તા. ૧૧-ર-ર૦ર૪ ના હુકમથી સંસ્થાની પીટીશન રદ્ કરવામાં આવી હતી અને ન્યાય પંચનો કામદારોને કાયમી કરવાનો ચૂકાદો માન્ય રાખ્યો હતો.
હાઈકોર્ટ દ્વારા ચૂકાદામાં કહેવાયું હતું કે, જ્યારે કામદારો ૩૦ વર્ષથી સતત અને સળંગ નોકરી કરતા હોય ત્યારે સંસ્થાની યોગ્ય પ્રક્રિયા વગર કામદારની ભરતી કરવામાં આવેલ હોવાથી કે સેટઅપ માટે સરકારની મંજુરી લેવાની કે સંસ્થાની આર્થિક સ્થિતિ યોગ્ય નહીં હોવાની રજૂઆતો માન્ય રાખવામાં આવી ન હતી.
અંતમાં હાઈકોર્ટએ ઠરાવેલ કે, ઔદ્યોગિક ન્યાય પંચના શ્રમયોગીઓને કાયમી કરવાનો હુકમ કાયદેસર અને વ્યાજબી છે. તેમ કહી સંસ્થાની પીટીશન રદ્ કરી હતી. આ ચૂકાદાથી કામદારોમાં હર્ષની લાગણી વ્યાપી છે અને તેમને છેલ્લા ઘણાં વર્ષથી પગાર તફાવતની રકમ મળશે અને આર્થિક ફાયદો થશે.
આ કેસ ભારતીય મજદુર સંઘના હસુભાઈ દવેના માર્ગદર્શન હેઠળ ઔદ્યોગિક ન્યાય પંચ જામનગર સમક્ષ પંકજભાઈ રાયચુરા દ્વારા ચલાવવામાં આવ્યો હતો. યુનિયન વતિ ગુજ. હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ જીત રાજ્યગુરુ દ્વારા દલીલો કરી કામદારોને લાભ અપાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech