જાણવા મળતી વિગતો મુજબ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતા અજય કેશુભાઈ દાફડા (ઉ.વ 28) નામના યુવાને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધવલ અશોકભાઈ ગોંડલીયા (રહે. સુરત, કતારગામ) તથા બે અજાણ્યા શખસોના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે પ્રાઇમ હોસ્પિટલમાં ઓ.ટી. આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે તેની સગાઈ બે મહિના પૂર્વે અહીં હોસ્પિટલમાં તેની સાથે કામ કરનાર મોનાલીસા નવનીતભાઈ જીતીયા સાથે થઈ છે. મોનાલીસા અગાઉ ધવલ સાથે રિલેશનશિપમાં હોય આ દરમિયાન ધવલ તેની પાસેથી રૂપિયા લીધા હોય જે અવારનવાર માંગણી કરવા છતાં પરત આપતો ન હતો. જેથી યુવાન અને તેની મંગેતર મોનાલીસા બંને ધવલ પાસે આ પૈસાની માંગણી કરતા હતા. દરમિયાન ધવલએ ગઈકાલે ફોન કરી કહ્યું હતું કે, હું કાલે રાજકોટ આવી તમારો હિસાબ કરી આપીશ.
ગઈકાલે ધવલે ફોન કરતા યુવાન બસ સ્ટેન્ડ નજીક ભૂતકાના ચોક પાસે ઉભો હતો જ્યારે મોનાલીસા અહીં થોડે દૂર ઊભી હતી. બપોરના 12:30 વાગ્યે ધવલ કાર લઈને આવ્યો હતો જેથી યુવાન કારમાં બેસી ગયો હતો. કારમાં ધવલ સહિત ત્રણ શખસો બેઠા હતા. બાદમાં કાર હંકારી મૂકી હતી રસ્તામાં પાછળ બેઠેલા શખસે યુવાનને કહ્યું હતું કે તું કેમ વહીવટમાં પડ્યો છે તેમ કહી તેને જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતા. બાદમાં આ ત્રણેય શખસો યુવાનને ઢીકાપાટુ અને લાફા માર્યા હતા. કાર ભક્તિનગર સોસાયટીના બગીચા પાસે ચોકમાં ઉભી રાખી હતી અને ત્યાં યુવાનને ફરી મારમાર્યો હતો. બાદમાં થોરાળા વિસ્તારમાં કાર લઈ ગયા હતા અને અહીં પણ મારમાર્યો હતો. અહીં મામા દેવના ઓટા પાસે એક એકટીવા ચાલક અહીં આવ્યો હતો અને કારમાં બેસી ગયો હતો યુવાને તેને પોતાની વાત સમજાવતા તેને થોરાળા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. બાદમાં યુવાનની મંગેતર પણ અહીં આવી પહોંચી હતી. બાદમાં યુવાને આ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણે આરોપીઓ સામે મારામારી, એટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
ડુંગળી સસ્તામાં વેચવા મુદ્દે માથાકૂટ થતાં ધંધાર્થી બંધુને મારમારી, વાહનમાં તોડફોડ
રૈયાધાર વિસ્તારમાં રાધેશ્યામ ગૌશાળા પાસે રહેતા સાગર રાયધનભાઈ દેલવાણીયા (ઉ.વ 22) નામના યુવાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેનો મોટોભાઈ વિજય જંકશનમાં રિક્ષામાં ડુંગળી વેચતો હોય દરમિયાન બાજુમાં વિજય અરવિંદ હળવદિયા પણ ડુંગળી વેચતો હોય યુવાનના ભાઈએ ગ્રાહકને સસ્તા ભાવે ડુંગળી આપી દેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે અંગે પ્ર.નગર પોલીસમાં અરજી કરી હતી. દરમિયાન ગઈકાલ રાત્રીના 7:30 વાગ્યા આસપાસ વિજય હળવદીયા તથા તેના મોટાબાપુ ગોપાલભાઈ હળવદિયા અહીં ઘર પાસે આવ્યા હતા અને બોલાચાલી કરી યુવાન સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો મારમાર્યો હતો. દરમિયાન વિજયના સગા ભાઈ મનોજ અને સંજય પણ અહીં આવ્યા હતા અને તેણે પણ ઝઘડો કર્યો હતો. આ સમય યુવાનની પત્ની તેજલબેન તથા ભાભી કાજલબેન છોડાવવા વચ્ચે પડતા તેને પણ ઢીકાપાટુનો મારમાર્યો હતો. તેમજ આ શખસોએ ઘર બહાર પડેલ યુવાનની રીક્ષાનો કાચ ફોડી નાખ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પનો ચોંકાવનારો યુ-ટર્ન, ચીનની અર્થવ્યવસ્થા સંકટમાં, ટેરિફ પર બદલ્યો સૂર
May 05, 2025 07:06 PMPAN કાર્ડ બનશે સંકટનો સાથી! જાણો કેવી રીતે મળશે 5 લાખ સુધીની લોન
May 05, 2025 06:55 PMઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech