૧ એપ્રિલ, ૨૦૨૬થી ઇન્કમટેક્સના અધિકારીઓ કરચોરીની તપાસ કરવા માટે સોશિયલ મીડિયા, ઇ-મેઇલ અને અન્ય ડિજિટલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરી શકશે. આવકવેરા બિલ ૨૦૨૫ હેઠળ આપવામાં આવેલી આ નવી સત્તા ગોપનીયતાની ચિંતાઓ ઉભી કરે છે. નિષ્ણાંતો યોગ્ય ન્યાયિક દેખરેખ અને સુરક્ષા વિના ગોપનીયતા અધિકારોના સંભવિત દુરુપયોગ અને ઉલ્લંઘનની ચેતવણી આપે છે.
હવે આવકવેરા અધિકારી તમારા ઇ-મેઇલ એકાઉન્ટ, સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પ્રવેશી શકશે. આવકવેરાના નવા કાયદામાં કરવામાં આવેલી જોગવાઈ હેઠળ આવકવેરા અધિકારીને આ સત્તા મળી રહી છે. પહેલી એપ્રિલ ૨૦૨૬થી નવો કાયદો અમલી બનશે. ત્યારબાદ આવકવેરા અધિકારી ઇચ્છે તો તેના ઇ-મેઇલ એકાઉન્ટ, વોટ્સએપ એકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક, ટ્વિટર એકાઉન્ટની ચકાસણી કરી શકશે. ડિજિટલ યુગમાં ભારત પ્રવેશી ચૂક્યું છે. આ સ્થિતિમાં આવકવેરાની ચકાસણી કે તપાસ પણ ડિજિટલ યુગની બરોબરી કરી શકે તેવી હોવી જોઈએ તે ગણતરીથી આ જોગવાઈ કરવામાં આવી છે.
ટ્રેડિંગ એકાઉન્ટની ચકાસણી કરી શકશે
પહેલી એપ્રિલ ૨૦૨૬થી અમલમાં આવનારા નવા ઇન્કમટેક્સ એક્ટ હેઠળ આવકવેરા ખાતાને કરદાતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની ચકાસણી કે તપાસ કરવાના અધિકાર મળશે. આવકવેરા અધિકારી કરદાતાના પ્રોફાઈલની, ઇ-મેઇલની, બેન્ક એકાઉન્ટની, ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટની અને ટ્રેડિંગ એકાઉન્ટની ચકાસણી કરી શકશે. આ ચકાસણી પછી તેમને લાગે કે સંબંધિત કરદાતાએ વેરાની ચોરી કરી છે. તમારી પાસે જાહેર ન કરેલી મિલકત છે, તમારી પાસે રોકડ, સોનું કે પછી દાગીના છે કે અન્ય કોઈ મૂલ્યવાન વસ્તુઓ છે તો તે તમારા ખાતાની ચકાસણી કરી શકશે.
ઓનલાઈન એકાઉન્ટ્સની ચકાસણી કરી શકશે
આવકવેરા ખાતા ૧૯૬૧ની કલમ ૧૩૨ હેઠળ આવકવેરા અધિકારીને લાગે કે સંબંધિત કરદાતાએ કરચોરી કરવાના ઇરાદાથી તેની આવક છૂપાવી છે, નાણાંકીય રેકોર્ડ સંતાડી રાખ્યા છે તો આવકવેરા અધિકારી તે કરદાતાને ત્યાં દરોડો પાડી શકે છે. આવકવેરા ધારા ૧૯૬૧માં કરવામાં આવેલી જોગવાઈ હેઠળ આવકવેરા અધિકારી કરદાતાએ જાહેર ન કરેલી આવકને પકડી પાડવા માટે તેમની ઓફિસમાં ઘૂસી જવાની, સેફ-લોકર્સની તપાસ કરવાની સત્તા ધરાવે છે. પરંતુ પહેલી એપ્રિલ ૨૦૨૬ પછી આવકવેરા અધિકારી કરદાતાના ડિજિટલ એકાઉન્ટમાં પણ ડોકિયું કરી શકશે. કરદાતાની કોમ્પ્યુટર સિસ્ટમમાં એન્ટ્રી લઈ શકશે. તેમજ તેના ઓનલાઈન એકાઉન્ટ્સની ચકાસણી કરી શકશે.
એન્ટર કરેલી વિગતો ડિલીટ પણ કરી હશે તો...
આ ખાતાઓમાંથી કરચોરીની કોઈ વિગતો સાંપડી શકે તેમ છે કે નહીં તેની ચકાસણી કરી શકશે. આજકાલ નાણાંકીય વહેવારો ડિજિટલી કરવાનું વલણ અને ચલણ વધી રહ્યું છે. આથી આવકવેરા અધિકારીઓ પણ મોડર્ન બની રહ્યા છે. તેને માટે ડિજિટલ ફોરેન્સિકનો આધાર લેવામાં આવશે. કરદાતાએ એકવાર એન્ટર કરેલી વિગતો ડિલીટ પણ કરી દીધી હશે તો ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ તે શોધી શકશે. જોકે તેની સાથે કરદાતાની પ્રાઈવસીનો ભંગ થવાની સમસ્યા પણ ઊભી થઈ શકે છે. પરિણામે કરદાતાએ તેનું આવકવેરાનું રિટર્ન કોઈપણ જાતની માહિતી છૂપાવ્યા વિના જ ભરવું પડશે. તેમજ તેણે કરેલા રોકાણની કોઈપણ વિગતો સંતાડવાનો પ્રયાસ કરવાનો રહેશે નહીં. કરદાતાએ ભવિષ્યમાં કોઈ જ તકલીફ ન પડે તે માટે તેના વેરાના નિષ્ણાતની સલાહ લઈને પછી જ આગળ કરદાતાએ કામ કરવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમધરાત્રે પણ ભાવનગરમાં ફરીથી ફૂંકાયુ વાવાઝોડુ
May 06, 2025 03:52 PMબેદાયકાથી બનેલી બે મસ્જિદ પર તંત્રનું બુલડોઝર ફર્યું
May 06, 2025 03:50 PM1.67 કરોડનો ધુમ્બો મારનાર મહિલા ઉદ્યોગપતિને ૧૧ કેસમાં દોઢ-દોઢ વર્ષની કેદ
May 06, 2025 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech