ભારતમાં લોકો તેમના પગારના 33 ટકાથી વધુ EMI ચૂકવવા પાછળ ખર્ચ કરે છે. 'હાઉ ઇન્ડિયા સ્પેન્ડ્સ: અ ડીપ ડાઇવ ઇનટુ કન્ઝ્યુમર સ્પેન્ડિંગ બિહેવિયર' રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. ભારતની સૌથી મોટી B2B SaaS ફિનટેક કંપની Perfios એ PwC India ના સહયોગથી એક રિપોર્ટ બહાર પાડ્યો. જેમાં ચોકાવનારું તારણ સામે આવ્યું હતું કે ભારતીયો પોતાની આવકનો 33 ટકા હિસ્સો તો ઈએમઆઈ ચુકવવામાં જ વાપરી નાખે છે. ભારતીય ગ્રાહકોના વર્તન પેટર્નનું મૂલ્યાંકન કરવા માટે 30 લાખથી વધુ ગ્રાહકોનો સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં મહાનગરો અને ત્રીજી શ્રેણીના શહેરોમાં રહેતા લોકોનો સમાવેશ થાય છે જેમનો પગાર 20,000 રૂપિયાથી 1 લાખ રૂપિયા સુધીનો હોય છે.
મહાનગરોમાં લોકોની આવક શેમાં વપરાય છે, આ રહ્યા કારણો
૧. લોકો EMI પર ખૂબ ખર્ચ કરે છે
સર્વેના પરિણામો દર્શાવે છે કે ભારતમાં લોકો તેમની આવકના 33 ટકાથી વધુ ભાગ લોન EMI ચૂકવવા પાછળ ખર્ચ કરે છે.
૨. આવશ્યક વસ્તુઓ પર આટલા બધા પૈસા ખર્ચાઈ રહ્યા છે
આ યાદીમાં, આવશ્યક ખર્ચ બીજા સ્થાને છે, જેમાં ઘરનું ભાડું, વીજળી બિલ વગેરેનો સમાવેશ થાય છે. લોકો તેમની આવકનો 39 ટકા ભાગ આના પર ખર્ચ કરે છે. લોકો તેમની આવકનો 32 ટકા ભાગ ખાદ્ય પદાર્થો, પેટ્રોલ વગેરે પર ખર્ચ કરી રહ્યા છે. જ્યારે 29 ટકા જીવનશૈલી અને શોખ સંબંધિત ખર્ચ (વિવેકાધીન ખર્ચ) માં જાય છે.
૩. જીવનશૈલી ખર્ચ
ભારતમાં, લોકો ફેશન, પર્સનલ કેર અને શોપિંગ પર સૌથી વધુ ખર્ચ કરે છે. કમાણીનો 62 ટકા ભાગ તેમને જાય છે.
૪. ખાવા-પીવા પર ઘણા પૈસા ખર્ચાઈ રહ્યા છે.
હવે જો પગાર વધશે તો ખર્ચ પણ વધશે. જેમ જેમ પગાર વધી રહ્યા છે, તેમ તેમ બહાર ખાવાનું કે ઘરેથી ઓનલાઈન ખોરાક મંગાવવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. લોકો તેમની કમાણીનો મોટો હિસ્સો આના પર પણ ખર્ચ કરી રહ્યા છે.
૫. ઓનલાઈન ગેમિંગ પર ખર્ચ
સર્વેમાં એવું જોવા મળ્યું હતું કે 20,000 રૂપિયાથી ઓછી કમાણી કરતા લોકો મહત્તમ 22 ટકા ઓનલાઈન ગેમિંગ પર ખર્ચ કરી રહ્યા છે. જેમ જેમ આવક વધે છે તેમ તેમ ઓનલાઈન ગેમિંગ પર ખર્ચ કરતા લોકોની સંખ્યા પણ ઘટે છે. ૭૫,૦૦૦ રૂપિયાથી વધુ કમાણી કરતા લોકોમાંથી માત્ર ૧૨ ટકા લોકો જ ઓનલાઈન ગેમિંગ પર ખર્ચ કરે છે.
૬. ચુકવણીની પદ્ધતિ
લોકો સામાન્ય રીતે આવશ્યક વસ્તુઓ પર ખર્ચ કરવા માટે ECS (ઈલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ) નો ઉપયોગ કરે છે, જ્યારે તેઓ મોટાભાગે જીવનશૈલી અને આવશ્યક ખર્ચ માટે UPI દ્વારા ચુકવણી કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતણાવની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક, 108 એમ્બ્યુલન્સનું સૈન્ય થયું સશક્ત
May 09, 2025 07:41 PMજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMઅમદાવાદથી 20 જેટલી એમ્બયુલેન્સ જામનગર આવી પહોંચી
May 09, 2025 06:56 PMસિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને મોટો ઝટકો, વિશ્વ બેંકે કહ્યું કે અમે કંઈ ન કરી શકીએ
May 09, 2025 06:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech